દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે કોઇ ગઠબંધનની શક્યતા પર હવે પાણી ફરી વળ્યુ છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે કહ્યુ છે કે હવે ગઠબંધનની કોઇ આશા નથી. કેજરીવાલે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે રાહુલ ગાંધી ગઠબંધન કરવા માટે ઇચ્છુક જ ન હતા. રાહુલ માત્ર મોદી વિરોધી મતને વિભાજિત કરવાનુ કામ કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યુ હતુ કે કેટલાક દિવસ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે અમે આપને ચાર સીટ આપવા માટે તૈયાર છીએ. કેજરીવાલે પ્રશ્ન કરતા કહ્યુ હતુ કે દુનિયામાં ક્યા પ્રકારના ગઠબંધન આ પ્રકારના ટ્વીટર પર અથવા તો મિડિયામાં મારફતે કરવામાં આવ્યા છે. ગઠબંધન કરવાની ઇચ્છા હતી તો વાત કરવાની જરૂર હતી. કોંગ્રેસ ગઠબંધન કરવા માટે ઇચ્છુક ન હતી. તેના દ્વારા માત્ર દેખાવા કરવામાં આવ્યા હતા. કેજરીવાલે કહ્યુ હતુ કે આ લોકસભા ચૂંટણીમાં અમારો ઉદ્ધેશ્ય અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડીને સત્તામાં આવતા રોકવાનો રહ્યો છે. જેથી અમે ગઠબંધન પર વાત કરી રહ્યા હતા. હરિયાણા, ચંગીગઢ અને દિલ્હીમાં મળીને કુલ ૧૮ સીટો રહેલી છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે જો ગઠબંધનની સ્થિતી રહી હોત તો હરિયાણામાં ભાજપને આઠ સીટો પર હારનો સામનો કરવાની ફરજ પડી હોત. એએપીના મોટા નેતાએ કહ્યુ હતુ કે કોંગ્રેસના ટોપ લીડર પણ માની રહ્યા છે કે હરિયાણામમાં તમામ સીટો ભાજપ જીતી જશે. જો ગઠબંધનની સ્થિતી રહી હોત તો આઠ સીટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાંથી જતી રહી હોત. હવે કોંગ્રેસ પાર્ટી કહે છે કે માત્ર દિલ્હીમાં ગઠબંધન કરી લેવામાં આવે. આ લોકો તે ત્રણ સીટ પણ અમારી પાસેથી લઇને ભાજપને ભેંટ આપવા માંગે છે. દિલ્હીમાં અમારી સાતેય સીટ પર જોરદાર ટક્કર રહેનાર છે. આવી સ્થિતીમાં અમે માત્ર દિલ્હીમાં શા માટે ગઠબંધન કરીએ. કેજરીવાલે કહ્યુ હતુ કે અમારી પાર્ટી સંઘર્ષ મારફતે બની છે. અમે સાતેય સીટ પર લડીને ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરવા માટે પ્રયાસ કરીશુ. રાહુલ ગાંધી ખોટી વાત કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને તેમની વચ્ચે શરદ પવારના આવાસ પર માત્ર એક બેઠક થઇ હતી. જ્યાં મમતા બેનર્જી, ફારૂખ અબ્દુલ્લા, ચવન્દ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવનાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ તેમની કોઇ વાતચીત થઇ ન હતી. જો કે સંજય સિંહ અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે ત્રણ વાતચીત થઇ હતી. કોંગ્રેસ પાર્ટી દ્વારા દરરોજ નવી નવી શરતો મુકવામાં આવી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હાલમાં સંકેત આપ્યો હતો કે આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન માટે છેલ્લી સેકન્ડ સુધી તેમની પાર્ટી તૈયાર છે. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, તેઓ ભાજપને પરાજિત કરવા માટે દિલ્હીમાં ૪-૩ની ફોર્મ્યુલા ઉપર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા છેલ્લી સેકન્ડ સુધી તૈયાર છે પરંતુ અરવિંદ કેજરીવાલને હરિયાણામાં તાલમેલ માટેની શરતને છોડી દેવી પડશે. રાહુલે કહ્યું હતુ કે દિલ્હી માટે ૪-૩ની ફોર્મ્યુલા અરવિંદ કેજરીવાલે પોતે આપી છે. રાહુલે કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલ હરિયાણા માટેની શરત છોડી દેશે તે જ દિવસે કેજરીવાલ સાથે જોડાણ કરી દેવામાં આવશે. પ્રિયંકા ગાંધીના મોદી સામે વારાણસીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની શક્યતાને લઇને રાહુલે કહ્યું હતું કે, આ સંદર્ભમાં નિર્ણય લેવામાં આવી ચુક્યો છે પરંતુ નિર્ણય શું થયો છે તે અંગે હજુ સુધી સસ્પેન્સ રાખવા માંગે છે. દિલ્હીમાં ગઠબંધનના મામલે રાહુલ ગાંધી અને કેજરીવાલના સામ સામે આક્ષેપો થયો છે.