સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. વર્ષ ૨૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં સૌથી ખરાબ દેખાવ કર્યા બાદ કોંગ્રેસની સામે તેના દેખાવને સુધારી દેવા માટેનો પડકાર છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ આવુ કહી શકેશે કે કેમ તે પ્રશ્ન તમામને સતાવી રહ્યો છે. ત્રણ તબક્કાની ચૂંટણી બાદ શુ મુલ્યાંકન કોંગ્રેસ પાર્ટી કરે છે તે અંગે પુછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે યુપીએ ચૂંટણી જીતી જશે. પરિણામ અમારી તરફેણમાં રહેનાર છે. કારણ કે દેશના લોકો ભાજપની સરકારથી પરેશાન છે. લોકો પરિવર્તન ઇચ્છે છે. સીટોની સંખ્યાના બદલે દેશના લોકોના મુડને જોઇ શકાય છે. વાતાવરણમાં ફેરફાર સાફ દેખાય છે. આના માટે ત્રણ કારણ છે. જે પૈકી એક કારણ બરોજગારી છે જે ચરમસીમા પર પહોંચી ગઇ છે. યુવાનોમાં નારાજગી છે. જો કે મોદી બેરોજગારીના મુદ્દા પર કામ કરવા માટે તૈયાર નથી. ભ્રષ્ટાચાર ચારેબાજુ જોવા મળે છે. જો કે મોદી ભ્રષ્ટાચારના મુદ્દા પર વાત કરવા માટે તૈયાર નથી. ખાસ કરીને રાફેલના મુદા પર ભ્રષ્ટાચારના તમામ તાર મોદી સુધી પહોંચી રહ્યા છે. દેશની જનતા મોદી અને ભાજપની સામે છે. ૨૩મી મેના દિવસે આ બાબત જોવા મળનાર છે. યુપીએ સત્તામાં આવશે તો વડાપ્રધાન કોણ રહેશે તે પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે આ અંગે નિર્ણય ૨૩મી મેના દિવસે લેવામાં આવનાર છે. આ મુદ્દા પર સાથીઓ અને સાથી પક્ષો વચ્ચે સહમતી છે. કોંગ્રેસ પાર્ટીની નિર્ભરતા ક્ષેત્રીય પક્ષો પર વધારે આધારિત છે તે અંગે પુછવામાં આવતા રાહુલે કહ્યુ હતુ કે અમારા ગઠબંધન એક સમાન વિચારધારા વાળા પક્ષોની સાથે છે. વિજન પણ એક સમાન છે. અમે સાથી પક્ષોનુ સન્માન કરીએ છીએ. યુપી અને બિહારમાં કોંગ્રેસને મજબુત કરવા માટે શુ કરવામાં આવ્યુ છે તે અંગે પુછવામાં આવતા રાહુલે કહ્યુ હતુ કે પાર્ટીના કાર્યકરો લાગેલા છે.