ગાંધીનગર મતવિસ્તારના ઈવીએમ સે.-૧પ ખાતે સંપૂર્ણ સુરક્ષા સાથે સીલ

741

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. મતદારોએ ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. આજે ૭ વિધાનસભા મતદાર વિભાગના ૧૯૭૫ મતદાન મથકોના ઇ.વી.એમ. મશીન અને વી.વીપેટના મશીન સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરમ્યાન રાજકીય પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.કે.લાંગા, ઓર્બ્ઝવર સહિત તમામ એ. આર. ઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ૩૬- ગાંધીનગર, ૩૮- કલોલ, ૪૦- સાણંદ, ૪૧- ધાટલોડિયા, ૪૨- વેજલપુર, ૪૫- નારાયણપુરા અને ૫૫- સાબરમતી વિધાનસભા મતદાર વિભાગનો સમાવેશ થાય છે. સાત વિધાનસભા મતદાર વિભાગના ૧૯૭૫ મતદાન મથકો પર મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આજે તમામ મતદાન મથકોના ઇ.વી.એમ અને વીવીપેટના મશીન સુરક્ષિત રીતે ગાંધીનગરના સેકટર-૧૫માં આવેલા મત ગણતરી કેન્દ્ર ખાતે નિર્માણ કરવામાં આવેલા સ્ટ્રોગ રૂમમાં લાવવામાં આવ્યા છે. સ્ટ્રોગ રૂમમાં રાજકીય પક્ષોની ઉપસ્થિતમાં આ ઇ.વી.એમ મશીન અને વીવીપેટના મશીનો, વૈધાનિક-બિનવૈધાનિક પરબીડિયાઓ ગોઠવીને સ્ટ્રોગ રૂમને સીલ કરી દેવામાં આવ્યા છે.

વઘુમાં જિલ્લા ચુંટણી અધિકારી એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, દરેક સ્ટ્રોગ રૂમમાં હવા પણ ન જઇ શકે તેવી રીતે સુરક્ષિત કરવામાં આવ્યા છે. તમામ સ્ટ્રોગ રૂમમાં જીવંત વીજ લાઇન બંધ કરી દેવામાં આવી છે. તેમજ સમગ્ર બિલ્ડીંગમાં આવવાનો એક જ મુખ્ય દરવાજો છે. તે ઉપરાંત સમગ્ર પરિસર સાથે સાથે તમામ સ્ટ્રોગ રૂમો ૩૯ સી.સી.ટીવી કેમેરાની નજરથી કેદ કરવામાં આવ્યા છે.

આ તમામ સી.સી.ટી.વી કેમેરા રાઉન્ડ ઘ કલોક ચાલું રહેશે. તેમજ વીજળી સુવિધા અચાનક બંધ થાય તો પણ પાવર મળી રહે તેવી સુવિધા પણ કરવામાં આવી છે. આ સમગ્ર પરિસર સીએપીએફ જવાનોના અભય સુરક્ષા કવચ હેઠળ છે. રાઉન્ડ ધ કલોક ચાલતાં સી.સી.ટી.વી.નું રેકોડીંગ અને મોનીટરીંગ કરવામાં આવશે. સ્ટ્રોગ રૂમની સુરક્ષાને લઇ કોઇ રાજકીય પક્ષને પ્રશ્ન થાય તો પરિસરને સુરક્ષા આપતાં સીએપીએફના જવાનોનો સંપર્ક કરી તેમને યોગ્ય ઓળખ આપીને સ્ટ્રોગ રૂમનું મારવામાં આવેલું સીલ અને સ્ટ્રોગ રૂમની ચારે બાજુ ફરી ચકાસણી કરી શકશે.

હવે, આ સ્ટ્રોગ રૂમના દરવાજા મતગણતરીના દિવસે જ ખુલશે. તેમજ અચાનક કોઇ કારણોસર ખોલવાના થાય તો અગાઉથી રાજકીય પક્ષોને જાણ કર્યાબાદ અને જિલ્લા ચૂંટણી અધિકારી સહિત જવાબદાર અધિકારીની ઉપસ્થિતમાં જ ખોલવામાં આવશે, તેવું પણ ઉમર્યું હતું.

Previous articleકેનાલમાં પડેલી દીકરીને બચાવવા જતા બીમાર પિતા રોડ પર જ ઢળી પડ્‌યા, બંનેના મોત
Next articleપ્રજ્ઞા સામે ખટલો ચલાવવા  પુરાવા નથી : એનઆઇએ