ઉત્તરાયણના પર્વ દરમ્યાન ઘાયલ થયેલા વ્યક્તિ અને અબોલા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા

757
gandhi1312018-2.jpg

ઉત્તરાયણએ આનંદ અને ઉત્સાહનું પર્વ છે. ઉત્તરાયણ દરમ્યાન કેટલાય લોકો ધાબા પરથી પડી જવાના બનાવ બનતાં હોય છે. તેમજ કેટલાય અબોલા પક્ષી- પશુઓ અને ટુ-વ્હીલર ચાલકો દોરીથી ધાયલ થતાં હોય છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વમાં આવી કોઇ ધટનાનો ભોગ બનનાર વ્યક્તિ અને પશુ-પક્ષીઓને તાત્કાલિક સારંવાર મળી રહે તેવા ઉમદા આશયથી સમગ્ર જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. 
નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાએ જણાવ્યું છે કે, અકસ્માતનો બનાવ બને તે સમયે ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળે તે માટે ખાસ મેડીકલ ટીમો તૈયાર કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર જિલ્લા નાયબ વન સંરક્ષકની કચેરી તરફથી પણ આ બાબતે ખાસ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તેની સાથે જિલ્લા ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરમાં તા. ૧૨ થી ૧૫ મી જાન્યુઆરી દરમ્યાન રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ કાર્યરત રેહશે. જેમાં પશુપાલન ખાતાના કર્મચારીઓ સવારના ૮ થી રાત્રિના ૯.૦૦ કલાક દરમ્યાન પોતાની સેવા આપશે. જિલ્લા પશુપાલન અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં કુલ- ૩૪ સ્થળે પશુધન નિરીક્ષકોને કાર્યરત કરશે. પશુ- પક્ષીઓ ધાયલ થાય તો ગાંધીનગર શહેર અને ગ્રામ્ય માટે ર્ડા. પી.એચ.પંચલોથીયા, મોબાઇલ નંબર- ૯૪૨૬૭ ૫૯૩૮૮, દહેગામ તાલુકા વાસીઓએ ર્ડા. પી.એસ.પટેલ મોબાઇલ નંબર- ૯૪૨૯૦ ૨૫૧૯૩, માણસા તાલુકા વાસીઓએ ર્ડા. એસ.આઇ.પટેલ મોબાઇલ નંબર- ૯૪૨૬૪ ૮૮૨૩૮ અને કલોલ તાલુકા વાસીઓએ ર્ડા. કિરણભાઇ પટેલ મોબાઇલ નંબર- ૯૪૨૮૦ ૬૨૧૬૧ પર સંપર્ક કરવાનો રહેશે.                     
તે ઉપરાંત ગાંધીનગર જિલ્લાની જુદી જુદી કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં નાયબ વન સંરક્ષકની કચેરી, સેકટર-૧૭, ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર- ૦૭૯- ૨૩૨ ૨૧૨૬૦, ૨૩૨ ૬૦૬૩૨ તથા ૨૩૨ ૩૯૮૭૨ અથવા ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૨૩૩ ૮૦૮૦, જિલ્લા ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, કલેકટર કચેરી, ગાંધીનગરના કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર- ૦૭૯ ૨૩૨ ૫૬૭૨૦, સિવીલ સર્જન, જનરલ હોસ્પિટલ, સેકટર-૧૨ ખાતેનો કંટ્રોલ રૂમનો નંબર- ૦૭૯- ૨૩૨ ૨૧૯૩૧ અને ૨૩૨ ૨૧૯૩૨ તથા ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, સેકટર-૧૭ના કંટ્રોલ રૂમનો નંબર- ૦૭૯- ૨૩૨ ૫૬૯૪૨ છે. 

Previous articleટુ-વ્હીલર ચાલકોને વિના મૂલ્યે સેફ્‌ટી ગાર્ડનું વિતરણ કરાયું
Next articleરાજુલા નગરપાલિકા ચૂંટણી સંદર્ભે ભાજપે ઉમેદવારોના સેન્સ લીધા