સાવરકુંડલા નજીક શેણીઆઇ ખોડીયાર આશ્રમે અગમ્ય કારણોસર આગ લાગતા સેવાની મૂર્તિ મહંત પ્રવિણનાથ બાપુનો રૂા.૯૦ હજારનો કપડાનો માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. પોલીસ મથકે જાણ કરાઇ.
સાવરકુંડલા નજીક શેણીઆઇ ખોડીયાર આશ્રમે અગમ્ય કારણોસર આગ લાગી મહંતપ્રવિણનાથ બાપુનો રૂા.૯૦ હજારના કપડા સહિત બળીને ખાખ થઇ ગયો હતો. ચૂંટણીના માહોલમાં રેઢા આશ્રમે ઘટના બનેલી. પ્રવિણનાથબાપુ વહિવંચા બારોટ સમાજમાંથી ભગવાનનું ભજન કરવા ભગવા ધારણ કરેલ પછી તેની જ્ઞાતિ જાતીના વાડા રહેતા નથી. પણ આ પ્રવિણનાથ બાપુ એ જે જ્ઞાતિમાં જન્મ લીધો તે જ્ઞાતિનું ઋણ ચૂકવવા સાવરકુંડલામાં બની રહેલ વહીવંચા બારોટ સમાજ વાડીના હોલ માટે રૂપિયા સવા લાખ હમણાં જ બારોટ સમાજ પ્રમુખ નટુભાઇની કારોબારી ટીમને આપેલ પણ બાપુએ એ રૂપિયા જાત મહેનત એટલે પૂર્વાશ્રમમાં તે કપડા શિવવામાં માસ્ટરી હતી તે કલાને જીવંત રાખી કોઇપણ પાસેથી ફાળો ન લેવો અને પુરૂષાર્થ કરીને જ આશ્રમ ચલાવવો, કાયમી રોટલો દેવો. અને સમાજ સેવા કરવી પણ કોઇ અગમ્ય કારણોસર રેઢા આશ્રમે આગ લાગીને ૯૦ હજારનું નુકશાન થયાની જાણ રૂરલ પોલીસ મથકે કરેલ પણ તેવે સમયે પોલીસ પણ બંદોબસ્તમાં હોય પણ પ્રવિણનાથ બાપુની એવી માંગ છે કે આશ્રમે જે બની ગયું તેની તટસ્થ તપાસ થવી જોઇએ.