રાણપુરમાં સુખડીયા પરિવાર દ્વારા રાજભવાની માતાજીનો પાટોત્સવ

634

બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ભાદર અને ગોમા નદી વચ્ચે આવેલ ઐતિહાસિક સુપ્રસિધ્ધ રાણાના ગઢમાં બિરાજમાન શ્રી રાજરાજેશ્વરી રાજભવાની માતાજીના મંદીરે સમસ્ત સુવાળીયા સુખડીયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ,પુજા,ધ્વજા રોહણ સાથે ૨૩ મો પાટોત્સવ રંગેચંગે ઉજવાયો.જેમા રાજભવાની માતાજી નો મહાઅભિષેક,, અન્નકુટ,, નવચંડી યજ્ઞ,,ધ્વજા રોહણ,, મહાઆરતી, રાસ-ગરબા તથા ભવ્ય શોભાયાત્રા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.રાજભવાની માતાજીની વાજતે ગાજતે શોભાયાત્રા રાણપુર ના માર્ગો ઉપર થી નિકળતા જ જય ભવાની-રાજભવાની ના નાદથી વાતાવરણ ભક્તિમય બનીગયુ હતુ.જ્યારે તડકામાં અને ગરમી માં આવતા દરેક લોકો ને રાહત થાય અને ઠંડક મળી રહે તે માટે  ઠંડા તરબુચ,દ્રાક્ષ,સાકર નું પાણી,વળીયાળી નું સરબત,ઠંડી મસાલા છાસ સહીત અનેક ઠંડા પીણા ના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા અને દરેક લોકો ને ફ્રી માં સેવા પુરી પાડવામાં આવી હતી.છેલ્લા ૨૩ વર્ષ થી પરંપરાગ ઉજવાતો આ રાજભવાની માતાજી નો પાટોત્સવ માં  સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર થી હજારો ની સંખ્યામાં સુવાળીયા સુખડીયા પરિવાર નો લોકો આવે છે આ મહોત્સવ સમયે કેટલાય લોકો ગામેગામથી પદયાત્રા કરીને રાણપુર આવતા હોય છે અને તેમનુ સુખડીયા પરિવાર અને ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓનુ સન્માન કરવામાં આવે છે.આવેલા તમામ લોકો માટે મહાપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે અભિષેકના દાતા શાહ મધુબેન કેશવલાલ ચુનીલાલ,ધ્વજા રોહણના દાતા શેઠ શાંતિલાલ ખીમચંદભાઈ, મુખ્ય જમણવારના દાતા શેઠ ઇન્દુબેન તનસુખલાલ પ્રેમચંદભાઈ સહીત અનેક દાતાઓના સહયોગથી આ પાટોત્સવ નો મહોત્સવ સફળ રહ્યો હતો.આ મહોત્સવ નું આયોજન સમસ્ત સુવાળીયા સુખડીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતું.

Previous articleસાવરકુંડલા ખાતે શેણીઆઇ ખોડીયાર આશ્રમે આગ લાગતા ૯૦ હજારનું નુકશાન
Next articleબાઢડાનાં રામવાડી ખાતે રામકથાનું ભવ્ય આયોજન