આરટીઈ હેઠળ ઓનલાઈન પ્રવેશના ૪૦ હજાર ફોર્મ ભરાયા, ૬ મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ

709

’રાઈટ ટુ એજ્યુકેશન’ હેઠળ ખાનગી શાળામાં ગરીબ બાળકોના પ્રવેશ માટે વાલીઓમાં મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો. ત્યારે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ૨૦,૦૦૦ અને અમદાવાદ ગ્રામ્યમાં પણ ૨૦,૦૦૦ કરતા વધુ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં ભરાયેલા આશરે ૪૦,૦૦૦ ફોર્મમાંથી ૩૦,૦૦૦થી વધુ ફોર્મ ડીઈઓ – ડીપીઈઓના માધ્યમથી એપ્રુવ પણ કરી દેવાયા છે.

આરટીઈ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનો ગુરૂવારે આખરી દિવસ હતો. ત્યારે ફોર્મની કોપી અને જરૂરી ડોક્યુમેન્ટ નિયત રીસીવિંગ સેન્ટર ખાતે જમા કરાવવા જરૂરી હતી. તેની સમય મર્યાદા ૨૬ એપ્રિલથી વધારીને ૨૯ એપ્રિલ કરી દેવાઈ છે. સાથે જ ૧ મે સુધીમાં તમામ ઓનલાઈન જમા કરાવાયેલા ફોર્મની ડીઈઓ – ડીપીઈઓના માધ્યમથી ચકાસણી કરીને એપ્રુવ કરવાના રહેશે. ત્યારબાદ ૬ એપ્રિલના રોજ બાળકોને સ્કુલ પ્રવેશ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે અને જે તે શાળા ખાતે વાલીઓએ ૧૩ મે સુધીમાં તમામ દસ્તાવેજ સાથે હાજર થઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. ત્યારે હાલ મળી રહેલા આંકડા મુજબ આશરે ૧,૮૦,૦૦૦ જેટલા ઓનલાઈન ફોર્મ અત્યાર સુધી ભરવામાં આવ્યા છે. સાથે જ સરકાર દ્વારા ૧,૧૭,૦૦૦ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ ફાળવવામાં આવશે.

જેનો સીધો જ અર્થ બતાવે છે કે આશરે ૫૦,૦૦૦ જેટલા ગરીબ બાળકો પ્રવેશથી વંચિત રહે તો નવાઈ નહીં.

Previous articleકાર્બાઇડ કેરી બાબતે સરકાર અને કોર્પોરેશન પોતાની ફરજ નિભાવતા નથી : હાઈકોર્ટ
Next articleતુવેર કૌભાંડમાં સામેલ એક પણ વ્યક્તિને સરકાર છોડશે નહિ : રાદડિયા