રાજસ્થાન-સનરાઇઝ વચ્ચે રોચક જંગ માટે તખ્તો તૈયાર

613

ઈન્ડિયન પ્રિમિયર લીગમાં આવતીકાલે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે જંગ ખેલાનાર છે જેને લઇને ચાહકોમાં ઉત્સાહ છે.

સનરાઇઝ પોતાની સ્થિતીને સુધારવા માટે ઇચ્છુક છે. જ્યારે રાજસ્થાનના કેપ્ટન તરીકે સ્ટીવ સ્મીથને જવાબદારી સોંપવામાં આવ્યા બાદ તે હવે ફાઇટ બેક કરી શકે છે કે કેમ તેના પર તમામની નજર રહેશે મેચનુ પ્રસારણ આવતીકાલે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.  બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે.  મેદાન પર છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે.

આઈપીએલની શરૂ થયા બાદ છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી રહી છે.  તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે આઇપીએલમાં હજુ સુધી કેટલાક ખેલાડી તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે.

જેમાં ડેવિડ વોર્નર, બેરશો અને ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. રસેલ પણ જોરદાર દેખાવ કરી રહ્યો છે.

વિરાટ કોહલી પણ ફોર્મમાં આવી ચુક્યો છે. જેથી આઈપીએલની મેચો હવે વધુ રોચક બનવાના સંકેત દેખાઈ રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), વરુણ આરોન, આર્ચર, બિન્ની, આર્યમાન, બટલર, પ્રશાંત ચોપરા, શ્રેયાસ ગોપાલ, કૃષ્ણાપ્પા ગૌત્તમ, ધવન કુલકર્ણી, લિયામ, મહિપાલ, સુદેશન મિથુન, રિયાન પરાગ, શુભમ રંજને, સંજુ સેમસંગ, શશાંકસિંઘ, સ્ટિવ સ્મિથ, શોઢી, બેન સ્ટોક, થોમસ, ત્રિપાઠી, ટર્નર, ઉનડકટ, મનન વોરા.

સનરાઇઝ હૈદારબાદ : અભિષેક , બેરશો, થંપી, રિકી ભુઈ, શ્રીવંત ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, હુડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ નબી, નદીમ, નટરાજન, મનિષ પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકીબ અલ હસન, સ્ટેનલેક, ડેવિડ વોર્નર, વિલિયમસન

Previous articleઇલિયાના ડી ક્રુઝ વધુ તેલુગુ ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે
Next articleવર્લ્ડકપ માટે ૧૬ અમ્પાયર અને ૬ મેચ રેફરીના નામ જાહેર