એમેઝોનનુ નાના દુકાનદારો તરફ વલણ : નવી રણનિતી

495

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ ગ્રુપની હવે ઇ-કોમર્સ ક્ષેત્રમાં ઉતરવાની જાહેરાત બાદ આ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ પણ હચમચી ઉઠી છે અને પોતાના કારોબારને કોઇ વધારે નુકસાન ન થાય તે માટે નવી નવી ગણતરી શરૂ કરી દીધી છે. રિલાયન્સ ગ્રુપ તરફથી ઇ-કોમર્સ ક્ષેત્રમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ એમેઝોને પોતાની રણનિતીમાં ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી છે. રિલાયન્સને જવાબ આપવા માટે એમેઝોને ઓફલાઇન તરફ વલણ કરવાની તૈયારી કરી છે. નવી રણનિતી હેઠળ એમેઝોને હવે રિટેલ કારોબારીઓ ખાસ કરીને નાના કિરાણા સ્ટોર અને ગલી મોહલ્લામાં આવેલી નાની નાની દુકાનોને પોતાની ચીજ વસ્તુઓ આપવા માટેની તૈયારી કરી લીધી છે. કંપનીએ કર્ણાટકના ત્રણ શહેરોમાં પ્રાયોગિક ધોરણે આ કામ શરૂ કરી દીધુ છે. મિડિયો રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હાલના સમયમાં બેંગલોર, મૈસુર અને તુમકુરુ જેવા જિલ્લામાં આ મોડલ પર કામ કરવામાં આવી રહ્યુ છે. અહીંના કારોબારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કામ ચાલી રહ્યુ છે. નાના દુકાનદારો અને કિરાણા સ્ટોર તેમજ ગલ્લાવાળાઓ પાસેથી પ્રતિક્રિયા મળ્યા બાદ તેના આધાર પર આ વ્યવસ્થાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવનાર છે. આ મોડલ હેઠળ એમેઝોન નાના કારોબારીઓને પોતાની સાથે જોડશે. દુકાનદારો તેને દુકાન પર ચીજોના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર આપશે. જે આગલા દિવસે તેમના સુધી પહોંચી જશે. આને મોટી સફળતા હાથ લાગી શકે છે. નાની દુકાનો પર નજર રાખવા માટે કેટલાક કારણ છે. જે પૈકી એક કારણ તો એ છે કે દરરોજની ચીજવસ્તુઓની ખરીદી તો આજે પણ દેશભરમાં નજીકમાં રહેલી દુકાનમાં થાય છે. બીજી બાજુ આ સ્ટોરમાંથી ખરીદવામાં આવતી ચીજોમાં ક્યારેય મંદી આવતી નથી. બલ્કે સમયની સાથે સાથે માંગમાં સતત વધારો થાય છે. બંને કંપનીઓની નજર કિરાણા ચીજવસ્તુઓના ગ્રાહકો પર કેન્દ્રિત થઇ ગઇ છે. તેમ છતાં પરિસ્થિતી એકબીજાની બિલકુલ વિપરિત હોવાનુ જાણવા મળી રહ્યુ છે. અંબાણી ગ્રુપ પોતાના રિલાયન્સ રિટેલ સુપર માર્કેટ મારફતે આ પેદાશોને ઓફલાઇન વેચે છે સાથે સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉતરી જવાની તૈયારીમાં છે. બીજી બાજુ એમેઝોન ઓનલાઇન કારોબારતી હવે ઓફલાઇન કારોબાર તરફ કુચ કરવા માટે આશાવાદી છે. વધારે સુપરસ્ટોર ખોલવાના બદલે નાના નાના કિરાણા સ્ટોરને પોતાની સાથે જોડવાની યોજના બનાવે છે.એમેઝોન દ્વારા નવી રણનિતી અપનાવવામા ંઆવી રહી છે.

Previous articleકમોસમી વરસાદ વચ્ચે ઘઉંની  ખરીદી ૬૩ ટકા ઓછી દેખાઇ
Next articleબ્રહ્માકુમારીઝ સેક્ટર-૨૮ ગાંધીનગર ખાતે જન્મદિન મુબારક સમારોહ યોજાયો