પાન મસાલા ખાઈને થુંકી ગંદગી કરનારને ઈ-મેમો

1030

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજાયેલ સ્વચ્છ સર્વક્ષણ-૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પુરી પાડવામાં આવતી સફાઈ અને કચરાના વ્યવસ્થાપનની વ્યવસ્થાને સુદૃઢ બનાવવા કરવામાં આવેલ વિવિધ પ્રયોસને કારણે અમદાવાદ શહેર દેશભરાં સૌથી મોટા શહેરો પૈકી પ્રથમ ક્રમાંક મેળવેલ અને દેશભરના શહેરોમાં છઠ્ઠો ક્રમાંક મેળવેલ છે. તાજેતરમાં શહેર વધુ સ્વચ્છ અને સુંદર દેખાય તે મુજબની કાર્યવાી કરવાના ભાગરૂપે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં પાન-મસાલા ખાઈ ગે ત્યાં થુંકી ગંદગી કરતા ઈસમો સામે દંડનીય કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા નાગરિકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે તે જ પ્રમાણે ટ્રાફિક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાનાં આધારે પાન-મસાલા ખાઈ જાહેરમાં થુંકનાર નાગરિકોની વીડિયો ક્લીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણના સરનામે ઈ-મેમો મોકલવાની દેશભરનાં શહેરોમાં શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે. તાજેતરમાં જ સરદાર પટેલ સ્ટેચ્યુ રોડ પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથ નરોડાના નાગરિકને પાન-મસાલા ખા જાહેરમાં થુંકી અ.મ્યુ.કો.ના પ્રસિદ્ધ કરવામાં આવેલા પબ્લીક હેલ્થ બાયલોઝ૨૦૧૨ની જોગવાઈનો ભંગ કરી ગુન્હો કરવા માટે ઈ-મેમો પાઠવવામાં આવે છે.

આ માટે કસુરવાર નાગરિક દ્વારા નજીકના સિવીક સેન્ટરમાં દંડની રકમ પણ ભરપાઈ કરવામાં આવેલ છે. આગામી સમયમાં શહેરભરના ટ્રાફિક સિગ્નલો પર આ પ્રકારે ગંદગી કરતા ઈસમોની ઈમેજ મેળવી ઈ-મેમો અપાશે.

Previous articleકચ્છ સરહદે પાકિસ્તાની હિન્દુ શખ્સ ઝડપાતા તંત્ર દ્વારા એલર્ટ
Next articleકેસર કેરીની આગામી સપ્તાહથી માર્કેટમાં એન્ટ્રી