એસ.ઓ.જી./એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ મહાવિરસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવીને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર/ગ્રામ્ય ગીરસોમનાથ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર થયેલ ઇસમ ઇમરાનભાઇ ઉર્ફે ડોગો મજીદભાઇ કુરેશી ઉ.વ. ૩૨ રહે. દેવડી ચોક કુંભાર વાળા મચ્છી માર્કેટ તળાજાવાળાને તળાજા દેવડી ચોક પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.