આઈપીએલ ૨૦૧૯ઃ આંદ્રે રસેલ ૫૦ છગ્ગા ફટકારનાર બીજો બેટ્‌સમેન બન્યો

580

કોલકત્તા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્‌સમેન આંદ્રે રસેલ એક સિંગલ આઈપીએલ સિઝનમાં ૫૦ સિક્સ ફટકારનાર બીજો બેટ્‌સમેન બની ગયો છે. આ પહેલા ક્રિસ ગેલે ૨૦૧૨ની સિઝનમાં ૫૯ અને ૨૦૧૩માં ૫૧ સિક્સ ફટકારી હતી. રસેલે ૨૦૧૯ની સિઝનમાં અત્યાર સુધી ૫૦ સિક્સ ફટકારી છે. કેકેઆરે બજુ બે મેચ રમવાની છે અને રસેલ જો આ ફોર્મમાં રહ્યો તો તે ગેલના રેકોર્ડ માટે ખતરો બની શકે છે.

હાલમાં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમી રહેલા ગેલે ૨૦૧૨માં આરસીબી તરફથી રમતા ૧૫ મેચોમાં ૫૯ સિક્સ ફટકારી હતી. તો આગામી વર્ષે તેણે ૧૬ મેચોમાં ૫૧ સિક્સ ફટકારી હતી. આ વર્ષે ગેલ ૩૨ સિક્સની સાથે યાદીમાં બીજા સ્થાન પર છે. આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્‌સમેનોની વાત કરીએ તો ગેલ ૩૨૪ના આંકડાની સાથે આ યાદીમાં સૌથી આગળ છે. એબી ડિ વિલિયર્સ ૨૧૨ની સાથે બીજા નંબર પર છે. આ સાથે ગેલ સૌથી ઝડપી ૪૦૦૦ આઈપીએલ રન પૂરા કરનાર બેટ્‌સમેન છે. આંદ્રે રસેલ હંમેશા બેટિંગ ક્રમમાં છઠ્ઠા કે સાતમાં સ્થાન પર આવે છે પરંતુ રવિવારે ઈડન ગાર્ડનમાં મુંબઈ વિરુદ્ધ તે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો.

Previous articleબેંગલોર પ્રતિષ્ઠાને બચાવવા માટે ક્રિકેટ મેદાનમાં ઉતરશે
Next articleપરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ખળભળાટ