ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોના મોત

592

ભુજના ધાણેટી ગામે ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત નોંધાયો હતો. આ ઘટનામાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે ૮ લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવા આવ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સોમવારે ભુજના ધાણેટી ગામે હાઇવે પર એક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ૩ લોકોના કમકમાર્ટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે ૮ લોકોને તાત્કાલિક ભુજ તાલુકાન જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ધાણેટી ગામે જ્યારે વહેલી સવારે ઘટના બનતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા, અને તેમને ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી, અને ઘટનામાં ભોગ બનેલા લોકોના મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપ્યા હતા, જ્યારે આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે શહેરની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

 

Previous articleદુષ્કાળની પરિસ્થિતિમાં કચ્છવાસીઓનો પાણી માટે પોકાર, ૧૭ ડેમો તળિયા ઝાટક બન્યા
Next articleએસિડ એટેકની ધમકી કેસનો આરોપી કુકડો બની બોલ્યોઃ ‘હું છોકરીઓની છેડતી નહિ કરું’