એસિડ એટેકની ધમકી કેસનો આરોપી કુકડો બની બોલ્યોઃ ‘હું છોકરીઓની છેડતી નહિ કરું’

711

વડોદરામાં હાલ એમએસયુનો એસિડ એટેકની ધમકી કેસની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. એમએસ. યુનિની વીપી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપવા મામલે પોલીસે ધમકી આપનાર ઝુબેર પઠાણને કુકડો બનાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેને કુકડો બનાવી કુકડે કૂક બોલાવડાવ્યું હતું.

વડોદરાની એમએસ યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ પર એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી આપનાર ઝૂબેર પઠાણની પોલીસે હાલમાં જ ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝુબેર પઠાણને મુરઘો બનાવી ગુનાની કબૂલાત કરાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ઝૂબેર પઠાણે કબૂલ્યું હતું કે, હું હવે યુનિવર્સિટીમાં હોબાળો નહીં કરું અને છોકરીઓની છેડતી કરીશ નહીં. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઝુબેર પઠાણને કુકડો બનાવી તેને કુકડે કુક બોલાવડાવ્યું હતું. તેની પાસેથી બોલાવડાવ્યું હતું કે, હું એમ. એસ. યુનિવર્સિટીમાં ગુંડાગર્દી કરું છું. હું આજ પછી કોઈ દિવસ છોકરીઓની છેડતી કે ગુંડાગર્દી નહી કરું. આમ, હાલ ઝુબેરનો કુકડો બનતો વીડિયો સામે આવ્યો છે.

પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરતા ઝુબેર પઠાણે કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, એમ.એસ. યુનિવર્સિટીમાં ખોટી ફરિયાદ કરીને અમને ફસાવી દેવામાં આવ્યા છે. અમને તા.૨૭ એપ્રિલના રોજ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ત્યારબાદ સયાજીગંજ પોલીસે ૈંઁઝ્રની કલમ ૧૦૭/૧૧૦ મુજબ અટકાયત કરવા માટે રવિવારે સવારે ૯ કલાકે અમોને બોલાવ્યા હતા. અને રાત્રે ૯-૧૫ કલાકે અમોને બંદુક બતાવી પોલીસ અમારૂ અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ ગઇ હતી.

જ્યાં હાથ અને પગમાં માર મારવામાં આવ્યો હતો. જેમાં અમોને પગ અને હાથમાં ઇજા પહોંચી છે. જેથી સારવાર કરાવવા માંગણી કરી હતી.

Previous articleટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોના મોત
Next articleબીબીએ કોલેજનાં ૦૬ વિદ્યાર્થીઓનું સહજાનંદ લેસર ટેકનોલોજી લીમીટેડ ખાતે સમર ઇન્ટર્નશીપ પ્લેસમેંટ