બીબીએ કોલેજનાં ૦૬ વિદ્યાર્થીઓનું સહજાનંદ લેસર ટેકનોલોજી લીમીટેડ ખાતે સમર ઇન્ટર્નશીપ પ્લેસમેંટ

552

ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીઍ) નાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ માટે કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓનાં અભ્યાસની સાથે-સાથે કોર્પોરેટ જગત નો પ્રાયોગિક અનુભવ થાય એ હેતુ થી કોર્પોરેટ ની મુલાકાત તેમજ તાલીમ અને ત્યારબાદ જોબ પ્લેસમેન્ટ જેવા કાર્યક્રમો કોલેજ સતત કરતી રહે છે. તેમજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ-જગત સાથે સતત તાદાત્મ્ય જાળવી રાખે છે. બીબીઍ નાં ૧૨ વિદ્યાર્થીઓ ની ઉપરોક્ત પ્રતિષ્ઠિત કંપની માં ઈન્ટરવ્યું આપ્યા હતા જેમાંથી ૦૬ ની પસંદગી થઇ હતી.  ઉપરોક્ત વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવા માં આવે છે. જેથી  વિદ્યાર્થીઓ કોર્પોરેટ વાતાવરણ માટે તૈયાર થઇ વિવિધ ક્ષેત્રે કંપનીઓ માં કાર્યરત થઇ શકે.

પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના દ્વારા કંપનીને આમંત્રિત કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન કર્યું હતું. કંપની તરફથી નીલોફર મેડમ (એચ-આર. હેડ ગુજરાત) દ્વારા સંપૂર્ણ સહકાર સાંપડ્‌યો હતો. તેમજ કંપની તરફથી પ્રસન્ન શુક્લા ટેલેન્ટ એક્વેજીશન તેમજ અપર્ણા અવસ્થી એચ. આર. મેનેજર  ને કાર્યક્રમ માં આવકાર્યા હતા દ્વારા વિધ્યાર્થીઓ નાં ઇંટરવ્યૂ લેવામાં આવ્યા હતા. કંપની વિષેની ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓ ને આપવામાં આવી હતી. જેમાં માર્કેટ, ઇન્સટ્રુમેંટ, એડમિનિ સ્ટ્રેશન, બેક ઓફીસ, આઈ.ટી. વિભાગ, પ્રોડક્શન વિભાગ, માર્કેટ વિભાગ બાબતે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. જેમાં તેઓ આગામી ૩૦ દિવસ કાર્ય કરી અનુભવ મેળવશે. વિદ્યાર્થીઓ ની પ્રી ઇન્ટર્નશિપ તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓ ને આગામી ૩૦ દિવસ માં તેઓને ઇન્ટર્નશિપ દરમ્યાન જે કાર્ય વિશેષ સોંપવા માં આવે તેના તમામ પાસાઓ ની સમજ અહીં તાલીમ દરમ્યાન ઊંડાણપૂર્વક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.ઉપરોક્ત બે દિવસીય તાલીમ શિબિરમાં પ્રેઝન્ટેશન તમજ સોફ્‌ટ સ્કીલ, કમ્યુનીકેશન બાબતે તાલીમ આપવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને કંપની તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.

કંપનીના પદાધિકારીઓ ઍ પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે સ્નાતક કક્ષા ઍ પ્લેસમેંટ તેમજ ઇન્ટેન્શીપ કરાવતી ગુજરાત ની પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે બીબીઍ કૉલેજ નું કાર્ય અદભૂત કહી શકાય વિદ્યાર્થીઓ અભ્યાસ ની સાથે-સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આ ઇન્ટેન્શીપ દ્વારા મેળવશે અને આ ૩૦ દિવસ માં તાલીમ મેળવી મેનેજમેન્ટ અભ્યાસક્રમ સાથે-સાથે પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવા નાં અભિગમનો સદુપયોગ કરશે. દેશની નામાંકિત કંપની ઑ બીબીઍનાં વિદ્યાર્થીઓને ઇન્ટેન્શીપ માટેપ્રથમ પસંદગી આપે છે પણ બીબીએ કૉલેજ નાં વિદ્યાર્થીઓનું  શિસ્ત, વ્યવહાર તેમજ જ્ઞાન ને ધ્યાન માં રાખી અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ માં વિદ્યાર્થીઓ ને ઇન્ટેન્શીપ નો મોકો મળ્યો છે જે વિદ્યાર્થીઓ તેમજ કૉલેજ માટે ગૌરવનીં બાબત છે.આ ઇન્ટેન્શીપ દરમિયાન વિદ્યાર્થીઓ મેનેજમેન્ટના વિવિધ ક્ષેત્રે સુચારુ સંચાલન કરશે. બીબીએ કૉલેજ ને ગૌરવ છે કે વિદ્યાર્થીઓ ઇન્ટેન્શીપ દ્વારા મેનેજમેન્ટનાં અભ્યાસક્રમમાં જ ઇવેંટ મેનેજમેન્ટ સહીત મેનેજમેન્ટના તમામ ક્ષેત્રના ગુણો શીખે છે.

Previous articleએસિડ એટેકની ધમકી કેસનો આરોપી કુકડો બની બોલ્યોઃ ‘હું છોકરીઓની છેડતી નહિ કરું’
Next articleમહેસાણાઃ વાલમમાં ‘હથિયાઠાંઠુ’ની ઉજવણીમાં યુવકનું મોત