તમિલનાડુ રાજ્યના મદુરાઈમાં દરવર્ષે પોંગલ તહેવારને ધ્યાનમાં રાખીને જલીકટ્ટુનું આયોજન કરવામાં છે. જલીકટ્ટુને પોંગલ તહેવારનો જ એક ભાગ ગણવામાં આવે છે. તમિલનાડુના ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીક ગણાવતી જલીકટ્ટુની રમત આશરે બે હજાર વર્ષ જૂની છે. આ પરંપરામાં બળદગાડાઓની રેસનું આયોજન કરવામાં આવે છે. આવી જ એક પરંપરાનું આયોજન ગુજરાતમાં મહેસાણા કરવામાં આવે છે. જેને ‘હથિયાઠાંઠુ’ પણ કહેવામાંઓ આવે છે. હથિયાઠાંઠુમાં ૨ બળદગાડાની રેસ યોજાય છે.
વિસનગર તાલુકાના વાલમ ગામમાં ‘હથિયાઠાંઠુ’ મહોત્સવના તહેવારની શરૂઆત ચૈત્રી પૂનમથી થઇ, જેમાં મા સુલેશ્વરીની પધરામણી ઘેર ઘેર કરાઇ હતી. વિસનગરનાં વાલમ ગામે વર્ષોથી ઉજવાતી ‘હથિયાઠાઠું’ની પરંપરામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. વાલમ ગામની આ પરંપરામાં બળદ ગાડું દોડાવી રેશ લગાડવામાં આવે છે. આ રેસ દરમિયાન ૧૮ વર્ષીય જયેશ પટેલ નામના નવયુવાનનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બળદગાડાની આગળ દોડતા પડી જતા યુવાન બળદ ગાડા નીચે દબાયો હતો.
તમને જણાવી દઇએ કે, માતાજી પર શ્રદ્ધા રાખતા ગામ લોકો મોટી સંખ્યામાં આ પરંપરાની ઉજવણીમાં જોડાય છે. આટલા વર્ષોમાં પહેલી વાર આ પ્રકારની ઘટના બની છે. જેમા કોઇ વ્યક્તિનું મોત નિપજ્યું હોય. જોકે, યુવકના મોતને પગલે ગામમાં શોકનો માહોલ છે. આ મામલામાં વિસનગર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.