અમરેલીના છેવાડાના ગામોમાં ખુલ્લેઆમ ખીનજચોરી

945

રાજ્ય સરકાર દ્વારા તળાવ અને કેનાલો તેમજ નદીર્‌ઓના પટને સુજલામ્‌ સુફલામ્‌ જળ સંચય યોજના હેઠળ ઊંડા કરવાની કામગીરી સરકારનાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહીં  છે. જેમાં જેતે એજન્સીને માટીકામ કરવાની નિયમોનુસાર મંજુરી આપવામાં આવી છે. જે માટી સરકારશ્રીના જેતે કામોમાં અને ખેતીના પુરાણના કામોમાં ઉપયોગ લેવાં માટે છુટ આપવામાં આવી છે. તેમ છતાં લાઠી તાલુકાના કેટલાંક ગામોમાં આ યોજના હેઠળ  માટીનો ખુલ્લેઆમ  ગેર ઉપયોગ કરવામાં આવી રહો છે. નિયમ અનુસાર જો આ માટીથી કોમર્શિયલ પુરાણ કરવામાં આવતું હોય તો ખાણખનીજ વિભાગમાંથી રોયલ્ટી પાસ મેળવવાનો હોય છે. પરંતુ ખનીજ માફિયા દ્વારા જુની તારીખ નો રોયલ્ટી માફીનો પરીપત્ર નો ઉપયોગ કરી મોટાં મશીનો દ્વારા મોટાં ડંપર દ્વારા માટી નું ખોદકામ કરવામાં આવી રહું છે અને સ્થાનિક ગામ પંચાયત તાલુકા કચેરીઓ પણ આ વાતથી અજાણ હોઈ તેવું જાણવા મળ્યું છે.

ઢસા-લુણીધાર  રેલ્વે-લાઈનના ગેજ કંવર્જેશન નુ કામ શરૂ કરાયું છે તેમાં મોટાં પ્રમાણમાં માટી ની જરુરીયાત હોવાથી લાઠી તાલુકાના પીપળવા .આબરડી. નારાયણગઠ .નારાયણ નગર સહિતના અનેક ગામોમાં થી મોટી સંખ્યામાં માટી નું ખોદકામ કરવામાં આવી રહું છે. જે ખોદકામ ના હિસાબે ચોમાસામાં અનેક નુકશાન ની ભીતી જોવાં મળી રહીં છે. જે નદી ચેક ડેમો માથી માટી નું ખોદકામ કરવામાં આવી રહું છે તે જગ્યા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા સારી સારી માટી ઉપાડવામાં આવી રહી છે જેના હિસાબે ચેક ડેમો માં મોટાં અને ખાડાઓ  પણ જોવાં મળ્યા હતા સાથે ચેક ડેમો ના પાળા ઓને નુકસાન થયું છે આ નુકસાન ના કારણે અનેક અકસ્માતો સર્જાય તેવું ગ્રામજનો માં ભારે રોષની લાગણી ફેલાઈ હતીં  તો શું જીલ્લા અધિકારીઓ તાલુકા અધિકારીઓ ને આ બાબતે કોઈ જાણ નહીં હોય છેલ્લા બે દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પાસ પરમિટકે ઠરાવો લેવાં માટે મથામણ ચાલી રહી છે તેવાં સમાચાર લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આબરડી ગામ પંચાયત ના સરપંચ દ્વારા જણાવ્યાં અનુસાર કે પહેલાં ની પરમિટ કે ઠરાવ અમારી ગામ પંચાયત માંથી આપેલ નથીં કે અમને જણાવેલ આ બાબતે અ મારી પાસે કોઈ પણ પ્રકારની માહિતી નથી.પણ બે દિવસ મા આબરડી ગામ પંચાયત ના સરપંચ દ્વારા લેટરપેડ ઉપર લેટર આપવામાં આવેલ છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું ઢસા બાઇપાસ ઉપર આબરડી રોડ ઉપર રેલ્વે કોન્ટ્રાક્ટર દ્વારા અંડરબ્રીજ નું કામ ચાલું કરવામાં આવી રહું છે તમા પણ  ભષ્ટચાર ની સુગંધ આવી રહીં છે તથા અંડરબ્રીજ માં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા  સર્જાય રહી છે.

Previous articleતળાજાના મધુવન ગામે ઘેલાદાદાના મંદિરે સન્માન સમારોહ મહાયજ્ઞ યોજાયો
Next articleશોભાવડ ગામની વાડીના કુવામાંથી યુવાનની લાશ મળી