નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૭૩૦ જેટલા શિક્ષકોના છેલ્લા બે માસથી પગાર ન થયા હોય જેના વિરોધમાં આજે શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્યો દ્વારા આજે ધરણાં કરવામાં આવ્યા હતા અને જ્યાં સુધી શિક્ષકોના પગાર ન થાય ત્યાં સુધી ધરણાં ઓફીસ સમય દરમ્યાન ચાલુ રાખવા નિર્ણય કરાયો છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફરજ બજાવતા ૭૩૦ જેટલા શિક્ષકોને શાસનાધિકારી તથા મુખ્ય શિક્ષક વચ્ચેના અહંમ ના ટકરાવને કારણે બે માસથી પગાર ન થયો હોય જેમાં શાસનાધિકારી દ્વારા હોદ્દાનો દુરૂપયોગ કરી ૭૩૦ જેટલા શિક્ષકોને પગારથી વંચિત રાખેલ હોય તેની સામે શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્યો કલ્પેશ મણિયાર, નિર્મળસિંહ જાડેજા તથા સલીમ રાંધનપુરી દ્વારા શિક્ષણ સમિતિ કચેરી ખાતે ધરણાં કરવામાં આવ્યા હતા અને જ્યાં સુધી શિક્ષકોને પગાર ન મળે ત્યાં સુધી ધરણાં શરૂ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.