રાજુલા ખાતે સ્વામિનારાયણ (બીએપીએસ) જુનાગઢથી આયોજીત જયોત રથયાત્રાનું રાજુલાના સ્વામિનારાયણ મંદિરના પુજય અખંડ મંગળ સ્વામિ, પુજય સરમળ મુર્તિ અને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ભવ્ય સ્વાગત અને શહેરના રાજમાર્ગો શોભાયાત્રાનું ભવ્ય આયોજન થયું હતું. જે જયોત રથયાત્રાનો મુળ હેતુ આગામી તા. ર૦-૧ થી ૩૦-૧-ર૦૧૮ સુધી દસદીવસ બ્રહ્મસ્વરૂપ પૂજય સંત શિરોમણી પુજય ગુણાતીતાનંદ સ્વામિના અક્ષર દેરી ગોંડલ ખાતે સાર્ધ સતાપ્દી મહોત્સવ ઉજવાઈ રહેલ હોય જે તા. ર૦-૧ થી ૩૦-૧ સુધી ગોંડલ ખાતે દેશ પરદેશથી લાખોની સંખ્યામાં હરીભકતોનો માનવ મહેરામણ છલકાશે ભારત દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદ ગોંડલ ખાતે દસ દિવસીય ઈતિહાસિક સાર્ધ સતાપ્દી મહોત્સવમાં તા. રર-૧ના રોજ ખાસ ઉપસ્થિત રહેશે. જેની ઈતિહાસિક ધર્મ સભામાં હાજરી સાથે લાખો ધર્મપ્રેમી જનતાના મહાસાગરમાં રાજુલાના બહોળી સંખ્યામાં હરીભકતો ઉમટી પડશે તેમજ રાજુલામાં જયોત રથયાત્રામાં ધારાસભ્ય અંબરીષભાઈ ડેર સાથે કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, ભરતભાઈ સાવલીયા, ચેતનભાઈ ભુવા, હરીકૃષ્ણભાઈ યાદવ, નિખિલભાઈ, ભરતભાઈ દેરવાડીયા, મનીષભાઈ સરવૈયા, બટુકસિંહ, જયભાઈ પેન્ટર સહિત રાજુલાના જોરદાર મહિલા મંડળ દ્વારા જયોતિ રથયાત્રાનું સન્માન કરેલ. રાજુલાથી જયોતીરથ મહુવા ખાતે અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરના મહંત ભકિત તનય સ્વામિ દ્વારા જયોતરથ યાત્રાનું સ્વાગત કરાયું હતું.