વીવીએસ લક્ષ્મણે હિતોના ટકરાવના મામલામાં વિનોદ રાયના નેતૃત્વવાળી પ્રશાસકોની સમિતિ (સીઓએ) પર સંવાદહીનતાનો આરોપ લગાવ્યો છે. બીસીસીઆઈ લોકપાલ ડીકે જૈનને નોટિસના જવાબમાં તેમણે સીઓએ પર આ આરોપ લગાવ્યો છે. લક્ષ્મણે કહ્યું- સીઓએ ક્રિકેટ એડવાઇઝરી કમેટી (સીએસી)નો ઉપયોગ માત્ર સીનિયર ટીમના કોચની પસંદગી માટે કરે છે. અમારી ભૂમિકાને અત્યાર સુધી વિસ્તારથી જણાવવામાં આવી નથી. અમને વ્યાપક ભૂમિકાનું વચન આપવામાં આવ્યું હતું.
લક્ષ્મણે બીસીસીઆઈના લોકપાલ અને નૈતિક અધિકારીને હિતોના ટકરાવ મામલા પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો ટકરાવની વાત આવે છે તો હું તેનો વિરોધ કરવા માટે તૈયાર છું.
તેમણે પોતાના સોગંદનામામાં લખ્યું, ’અમે સાત ડિસેમ્બર ૨૦૧૮ના સીઓએને અમારી ભૂમિકા અને જવાબદારીઓ સ્પષ્ટ કરવાનું કહ્યું હતું, પરંતુ આજ સુધી તેમ થયું નથી.’ અમે ૨૦૧૫માં તેને સંબંધિત પત્ર લખ્યો હતો, પરંતુ તેના પર કાર્યકાળના સમયનો ઉલ્લેખ નહતો. તેવામાં તે અપેક્ષા કરવી ન્યાયી છે કે, સીઓએ પાસેથી કોઈ જવાબ મળે કે ક્રિકેટ એડવાઇઝરી કમિટી અસ્તિત્વમાં છે કે નહીં, પરંતુ તેમ થયું નથી.