કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ પ્રથમવાર મંત્રી વાસણ આહીરની સચિવાલયમાં પહોંચ્યા

711

અંજારના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી વાસણ આહીરની કથિત ઓડિયો રેર્કોડિંગ વાઇરલ થયા બાદ પ્રથમવાર તેઓ સોમવારે સચિવાલયમાં દેખાયા હતા. સ્વર્ણિમ સંકુલ-૨માં પ્રવેશતા જ અધિકારીઓ અને કર્મચારીઓ તેમને નજર ટાંકીને જોઇ રહ્યા હતા. પોતાના ચેમ્બરમાં થોડો સમય વિતાવ્યા બાદ લોકોની નજરથી બચીને મંત્રીનિવાસમાં જતા અને ઓફિસ ટાઈમના પૂર્ણ થયા બાદ પણ પરત ન આવ્યા હતા. જેના કારણે તેમના ઓડિયો ક્લિપની બિભત્સ વાત ફરી ચર્ચામાં આવી છે.

વાસણ આહીરનો એક જ જવાબ ‘નો કોમેન્ટ’ઃ સોશિયલ મીડિયા પર વહેતી થયેલી ઓડિયો ક્લિપના સંદર્ભમાં રાજ્યના મંત્રી વાસણ આહીરનો સંપર્ક સાધવામાં આવતા તેમણે દરેક સવાલના જવાબમાં ‘નો કોમેન્ટ’ કહેવાનું પસંદ કર્યું હતું.

ઓડિયો ક્લિપમાં રેકોર્ડ થયેલી વાતચીત, ધારાસસભ્યઃ ભૂતકાળ ભૂલી જાવ વર્તમાન કાળને અનુસરો, પ્રેમિકા નંબર-૧ઃ વર્તમાન કાળમાં હું છું હો કે નવી કોઈ નથીને?, ધારાસભ્યઃ તું ખોટું અનુમાન કરે છે, મેં કીધું ભૂતકાળ હતો તેને વાગોળું છું અને વર્તમાનમાં તને પ્રેમ કરું છું અને ભવિષ્યમાં કરતો રહીશ. પ્રેમિકા નંબર ૨ઃ મારી સાથે જે જે હરકતો કરી તે તેની સાથે કરી ચૂક્યો છો, તેણીએ કેમ કહ્યું કે તે બેંગ્લોરમાં સફારી પહેરી હતી….તે ભૂજની આગળ શું શું બનાવી તને ખવડાવે છે તે બધી ખબર છે. રહેવા દો રહેવા દો તને કેવી રીતે વશમાં કર્યો છે મને ખબર છે તારા મગજમાં તે જતી નથી…., ભાજપના ધારાસભ્યની બે પ્રેમિકાઓના ઝઘડાના કારણે આ ઓડિયો ક્લિપ બહાર આવી હોવાનું માનવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી સમયે જ આ ઓડિયો જાહેર થતાં કચ્છ ભાજપમાં ભૂકંપ આવ્યો હતો.

Previous articleગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચૂંટણી પછી એકાએક પાણીની તંગી?
Next articleઉ.પ્રદેશમાં ભાજપ ૧૭ બેઠકો પણ જીતી નહિ શકેઃ મમતા બેનર્જીનો દાવો