કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની વિદેશી નાગરિકતાના સવાલ પર તેમની પાસથી જવાબની માંગ કરવામાં આવતા એક નવો વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીના પત્ર બાદ રાહુલ ગાંધીને નોટીસ આપવામાં આવી છ. રાહુલ ગાંધીને હવે ૧૫ દિવસમાં જવાબ આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. સ્વામીએ પોતાના પત્રમાં રાહુલ ગાંધીના બ્રિટીશ નાગરિક હોવાને લઇન દાવો કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. સાથે સાથ રાહુલને જન્મથી ભારતીય બતાવીને તેમની ટિકા કરી છે. સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતાને લઇને બે વખત પત્ર લખી ચુક્યા છે. ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે પણ સ્વામીએ આ સંબંધમાં ફરિયાદ કરી હતી. સ્વામીએ પોતાના પત્રમાં કહ્યુ છે કે રાહુલ ગાંધી બ્રિટીશ નાગરિકતા ધરાવે છે.
સ્વામી પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે ૨૦૦૩માં બ્રિટનમાં બકોપ્સ લિમિટડ નામની કંપનીની નોંધણી કરવામાં આવી હતી. આ કંપનીનુ સરનામુ ૫૧ સાઉથગેટ સ્ટ્રીટ વિન્ચેસ્ટર હેમ્પશાયર દર્શાવવામાં આવ્યુ હતુ. રાહુલ ગાંધી તેના એક નિર્દેશક અને સચિવ તરીકે હતા. સ્વામી ફરિયાદમાં એવા દાવો પણ કર્યો હતો કે કંપનીના ૧૦-૧૦-૨૦૦૫ અને ૩૧-૧૦-૨૦૦૬ના દિવસે ફાઇલ કરવામાં આવેલા વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મતારીખ ૧૯-૦૬-૧૯૭૦ દર્શાવવામાં આવી છે. જેમાં નાગરિકતા બ્રિટીશ તરીકે દર્શાવવામાં આવી છે. ૧૭-૦૨-૨૦૦૯ના દિવસ કંપનીને બંધ કરવામાં આવી ત્યારે પણ રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટીશ તરીકે દર્શાવવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા હવ આ ફરિયાદના આધાર પર રાહુલને જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકારમાં નિર્દેશક (નાગરિકતા) બીસી જોશી દ્વારા રાહુલ ગાંધીને નોટીસ આપવામાં આવી છે. નાગરિકતા પર ગૃહમંત્રાલયની નોટિસ બાદ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી આમને સામને આવી ગઈ છે. ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ કહ્યું છ ેકે, રાહુલને વાસ્તવિકતા લોકોને બતાવી પડશે. રાહુલની યાત્રા અને કંપની અને ડિગ્રી તમામ શંકાસ્પદ દેખાઇ રહી છે. રાહુલ અને કન્ફ્યુઝન હવે એકબીજાના પર્યાય બની ચુક્યા છે. રાહુલના સંકેત પણ હિમમાનવની જેમ જ છે. જે હાલમાં નજરે પડ્યા છે. રાહુલ ગાંધી લંડનવાળા છે કે, પછી લુટિયન્સવાળા છે તે અંગે કોંગ્રેસ સ્પષ્ટતા કરે તે જરૂરી છે. રાહુલ ગાંધીની નાગરકિતાને લઇને હાલમાં જ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.