૨૫ વર્ષ જૂની સોસાયટીને રિડેવલપ કરવાની તૈયારી

911

ખાનગી સોસાયટીના રિડેવલપમેન્ટ બિલને આજે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂરી આપી દીધી દેતાં હવે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ૨૫ વર્ષ જૂની સોસાયટી, કોલોની કે ઇમારતોના રિડેવલપમેન્ટ માટેનો માર્ગ મોકળો બન્યો છે. જો કે, આ રિડેવલપમેન્ટમાં ૭૫ ટકા સભ્યોની સંમંતિ અનિવાર્ય અને જરૂરી રહેશે. સાથે સાથે રિડેવલપ કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જરૂરી પ્રમાણપત્ર પણ મેળવવાનું રહેશે તો જ રિડેવલપમેન્ટ કરી શકાશે, અન્યથા નહી. રાજય સરકાર દ્વારા અગાઉ વર્ષો જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ માટે પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ જાહેર કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ- ૧૯૭૩માં સુધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા રિડેવલપમેન્ટ અંગેનું બીલ ગુજરાત વિધાનસભામાં પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

અને રાજયપાલ ઓ.પી.કોહલી સમક્ષ આ બીલ મંજૂરી અર્થે સરકાર દ્વારા મોકલાયું હતુ અને આખરે રાજયપાલ દ્વારા આજે સરકારના આ રિવડેલપમેન્ટ બીલને મંજૂરી આપી દીધી હતી. જેને પગલે હવે રાજયભરમાં ૨૫ વર્ષ જૂની સોસાયટી, કોલોની કે ઇમારતોના રિડેવલપેન્ટનો માર્ગ મોકળો થઇ ગયો છે. એટલું જ નહી, હવે ૭૫ ટકા મકાન માલિક સહમત થાય તો હવે સોસાયટીને રિડેવલપ કરી શકાશે. જોકે હાઉસિંગ કોલોની રિડેવલપ કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી ઇમારત જર્જરીત અને જોખમી હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડશે. રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ જમીન માલિકોના કુલ ૭પ ટકા માલિકોની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. પઝેશનની તારીખથી ૨૫ વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તેવાં હાઉસિંગ બોર્ડનાં મકાનો હવે રીડેવલપ કરી શકાશે. વિધાનસભાગૃહમાં આ બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સરકારનું આ બીલ મંજૂર થતાં એકબાજુ, બિલ્ડર લોબીમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે તો બીજીબાજુ, જૂની સોસાયટીઓ, કોલોની અને ઇમારતોમાં જે સભ્યોના મકાનોની પૂરતી બજાર કિંમત નહી ચૂકવી તેમના મકાનો રિડેવલપમેન્ટ માટે પચાવી પાડતાં માંગતા બિલ્ડરો સહિતના તત્વોની મનષાને લઇને પણ આમજનતામાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રિડવેલપમેન્ટના નામે બિલ્ડર લોબી નિર્દોષ નાગરિકોના મકાનો થકી મોટો આર્થિક ફાયદો ખાટી ના જાય તે હવે સરકારે ધ્યાન રાખવું પડશે.

Previous articleહવે ટેસ્ટ ડ્રાઇવની કામગીરી ફરીથી આરટીઓના હવાલે
Next articleહવે નહીં જોવા મળે છકડો રીક્ષા, કંપનીએ નવું પ્રોડક્શન બંધ કર્યું