રાજુલા મા. પ્રમુખ / ઉપપ્રમુખના રાજીનામાથી આજને આજ માઠી દશા બેઠી ગટરનાં પાણી દુકાનમાં ધુસ્યા જનતા ત્રાહીમામ ગામ ધણી ધોરી વગરનું થવા પામ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલામાં યાર્ડ નજીક આવેલી દુકાનમાં શૌચાલય તેમજ ગટના પાણી દુકાનમાં ઘુસી ગયા હતા. ખાનગી ગેસ્ટ હાઉસ અને ગટરના પાણી દુકાનમાં ઘુસ્યા ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. પહેલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઇ ધાખડા એ સ્વેચ્છાએ રાજીનામું અને કાલે પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણીયા એ રાજીનામું અમરેલી કલેકટરને આપ્યાની ખળભળાટ તો મચી ગયો પણ જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે આજને આજ રાજુલાના ગટરના અને માથુફાડી નાખે તેવી દુર્ગંધ મારતા પાણી જ્યારે વેપારીની દુકાનમાં ગંદા પામી ઘુસ્યા ત્યારે શું દશા થઇ હશે વેપારીઓ ની કલ્પના બહારની વાત છે. પણ કોને કહેવા જવું હવે રાજુલા શહેર ધણી ધોરી વગરનું બનતા ત્રાહીમામ પોકારી ગઇ છે અને ઘટતું કરવા હાલ તો ચીફ ઓફીસર માથે વજન આવી પડ્યું છે. આ બાબતે ભાજપ કોંગ્રેસની પક્ષના પક્ષીમાં પીસાઇ રહી છે. જનતા જલ્દી કોઇ પ્રમુક ઉપપ્રમુખના પદ કોંગ્રેસ ભાજપનું રાજકારણ એક બાજુ મુકો નહીંતર હવે જનતાનો ફેંસલો કાંઇક આગામી દિવસોમાં જુદી હશે તેમ જનતા વતી રવુભાઇ ખુમાણ, ભાજપ પ્રમુખ મયુરભાઇએ હિરાભાઇ સોલંકીને રજુઆત કરેલ છે.