ઢસા શહેરમાંથીં ગારીયાધાર દામનગર સાવરકુંડલા તરફ જવાનો ધોરી માર્ગ પસાર થઈ રહ્યા છે. જયારે ઢસા રેલ્વે સ્ટેશનથીં ઢસાગામ વચ્ચે અનેક ખાંચા ગલ્લી આવેલ છે જેમાં શાર્ક માકેટ, બસ સ્ટેશન, બાલમંદિર, કન્યા શાળા સ્કુલ, સરકારી બેંકો સહિત અનેક નાના મોટા રસ્તા ઓ આવેલા છે ત્યારે ત્યાંથી પસાર થતાં બે રોક ટોક નાના-મોટાં વાહનો બેફામ પસાર થઈ રહ્યા છે બીજી બાજું મેઇન રાજકોટ ભાવનગર હાઇવે રોડ પર સ્પીડબ્રેકર મુકવા જરૂરી છે જેમાં મેઇન ચાર રસ્તા ઉપર અકસ્માતો ની સંખ્યા માં પણ વધારો થય રહ્યો છે જ્યારે સ્ટેશન રોડ ઉપર અને મેઇન બજારો હાઈવે રોડ પર સ્પીડબ્રેકર મુકવા માં આવે તો અકસ્માતો માં ઘટાડો કરી શકાય સાથે મેઈન બજારો સાંકડી હોવાથી સાંજ ના ટાઇમ માં ભારે વાહનો ના હિસાબે ટ્રાફીક ની સમસ્યા માં પણ વધારો જોવાં મળી રહો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ ઉપર સ્પીડબ્રેકર મુકવા માં આવે તથા ટ્રાફીક સમસ્યા નો નિકાલ કરવામાં આવે તેવી લોકો રાહાદારીયો દ્વારા માંગ ઉઠી છે.