ભારતીય ટીમમાંથી પડતો મુકાતાં મારા પર્ફોર્મન્સ પર અસર પડીઃ ઉમેશ યાદવ

534

ઝઝૂમતી રોયલ ચૅલેન્જર્સ બેંગલોરની ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવનું કહેવું છે કે ભારતની ટીમમાંથી અવરનવાર થતી બાકાતીના કારણે તેના આત્મવિશ્ર્‌વાસ અને ફોર્મમાં ઘટાડો થયો છે કે જેનું પરિણામ હાલમાં રમાતી આઈ. પી. એલ.માં દેખાઈ આવે છે.

રાષ્ટ્રની વર્લ્ડ કપની ટીમમાંથી બાકાત રખાયેલ ઉમેશે કહ્યું હતું કે તેના માટે કાંઈપણ સારું થઈ રહ્યું નથી અને વધતા જતા માનસિક દબાણના કારણે તેની બૉલિંગમાં ચોકસાઈ તથા તાલમેલ પર અસર પડી છે.

“બધા કહી રહ્યા છે કે હું સારી બૉલિંગ નથી કરી રહ્યો, પણ આમ કેમ બની રહ્યું છે? કારણ કે છેલ્લાં બે વર્ષમાં હું રાષ્ટ્રીય સર્કિટમાં બધા પ્રકારની ક્રિકેટ રમ્યો હતો, પણ ત્યાર પછી મેં ઘણી વન-ડે કે ટી-૨૦ મેચમાં ભાગ લીધો નથી, એમ ઉમેશે કહેતા ઉમેર્યું હતું કે તેની માત્ર ૨-૩ મેચ માટે પસંદગી થતી હોય છે અને પછી તેને પડતો મૂકવામાં આવે છે. તેણે કહ્યું હતું કે બધાનું એમ માનવું છે કે હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરતો નથી, પણ આ ખરી વાત નથી. ઉમેશે કહ્યું હતું કે છેલ્લા છ મહિનાથી તે પોતાની બૉલિંગમાં ચોકસાઈ જાળવી શક્યો નથી.

Previous articleકોલકત્તા-કિંગ્સ ઇલેવનની વચ્ચે રોચક જંગ રહી શકે
Next articleઈચ્છા છે કે સીએસકે મને આગામી સીઝન માટે રિટેન કરે : મહેન્દ્ર ધોની