આજરોજ રાજુલાથી અમરેલી ભાજપ પરિવાર દ્વારા અઝહર મસુદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતા અમરેલી ખાતે ખુશી સાથે નક્સલીઓને નાથવાની ચર્ચાઓ અને શહીદ જવાનો માટે શોક સભા રખાઇ હતી.
આતંકવાદી મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાતા આજરોજ જિલ્લા ભાજપ દ્વારા આતંકવાદી મસુદ અઝહર અને પાકિસ્તાન સામે વિરૂદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા જિલ્લા ભાજપના મહામંત્રી રવુભાઇ ખુમાણ, કમલેશભાઇ કાનાણી, અમરેલી લોકસભા સીટના ઉમેદવાર નારણભાઇ કાછડીયા તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતુભાઇ ડેેર, રિતેશ સોની, જિલ્લા ભાજપમંત્રી ભરત વેકરીયા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી કેતનભાઇ ઢાંકેચા, જિલ્લા કિસાન મોરચના મહામંત્રી પરેશભાઇ લાડુમોર, વિનુભાઇ ડોબરીયા, મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા, અમરેલી શહેર ભાજપના મહામંત્રી રસિકભાઇ પાથર, તાલુકા ભાજપના મહામંત્રી રણજીતભાઇ વાળા, ચલાલા શહેર ભાજપના પ્રમુખ મનસુખભાઇ ગેડીયા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઇ દોંગા, ધીરૂભાઇ ગઢિયા, અશોક સાવલિયા, તુલસી મકવાણા, સંદીપભાઇ માંગરોળીયા મહેન્દ્રભાઇ દિલીપભાઇ જોશી લાભ ભાઇ અકબરી સહિતના તમામ કાર્યકર્તાઓ તમામ હાજર રહ્યા હતા.
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા સામે અને અખંડ ભારત ભાજપ દ્વારા રણનિતીના કેન્દ્ર દ્વારા આદેશોની રાહ સાથે ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.