ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહની હત્યા સમાન : અમિત ચાવડા

543

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે શુક્રવારે મોરવા હડફના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા છે. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ અંગે મીડિયાને સાથે વાત કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી ન હોવા છતાં પણ ખોટી રીતે એસટીનું પ્રમાણપત્રમ મેળવીને ચૂંટણી લડ્યા હતા. ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવયું હતું કે, “પહેલા દિવસથી જ એમના જાતિ પ્રમાણપત્રને લઇને ખોટા કેસ કરાવ્યા છે. જ્યારે હાઇકોર્ટમાં ડબલ બેચમાં કેસ પેન્ડિંગ હોવા છતાં આ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે એ દુર્ભાગ્ય પૂર્ણ છે. આજે ગુજરાતમાં લોકશાહીની હત્યા સમાન નિર્ણય થઇ રહ્યા છે. બધારણ અને ન્યાયતંત્રની જોગવાઇઓ અને જે વ્યક્તિની બંધારણની જોગવાઇઓ છે.

તેનું ખુલ્લેઆમ હનન આ સરકારમાં થઇ રહ્યું છે. ”

“તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંવિધાનિક પદો છે મહામહિમ રાજ્યપાલ હોય કે વિધાનસભાના અધ્યક્ષ હોય આ પદો ઉપર ક્યાંકને ક્યાંક રાજકીય દબણ લાવીને નિર્ણયો કરવા પ્રયત્નો થયા છે. અમે ભૂપેન્દ્ર ખાંટ સાથે છીએ. કોંગ્રેસ આ અંગે કોર્ટમાં લડશે”

જોકે, આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે,  ભુપેન્દ્ર ખાંટ જે બેઠકના ઉમેદવાર હતા એ બેઠક એસટી માટે અનામત હતી તેઓ આદિવાસી ન હોવા છતાં ખોટી રીતે એસટી નું પ્રમાણપત્ર મેળવી ને ચૂંટણી લડ્યા હતા રાજ્યપાલે તેમને ખોટું પ્રમાણપત્ર રજૂ કરવા બદલ સભ્યપદ કરવા નો આદેશ કર્યો છે.

Previous articleકચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો
Next articleદેશી તડબૂચ ભુલાયા…તાઇવાનનાં પીળાં તડબૂચની માગ વધી