મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદીજુદી ૯ પ્રકારની રમતોમાં ૪૫૦ જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનો ભાગ લઇ રહ્યા છે. સમર કેમ્પમાં ફુટબોલ, ક્રિકેટ, બાસ્કેટ બોલ, બેડમીન્ટન, ટેબલ ટેનીસ, ચેસ, જુડો, કબ્બડી, હોકી તેમજ યોગાસન સહિતનો સમાવેશ કરાયો છે. જેમાં ખેલાડી ભાઇઓ-બહેનો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે.