સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ માટે યુવાનો દ્વારા સ્થાપીત થયેલ સુર્યસેના દ્વારા કાઠી ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ તેમજ શિક્ષણ તેમજ કોઈ ગરીબ ઘરના વિદ્યાર્થીઓને સુર્યદેવળની ગૌશાળા માટે અમરોલી સુરતના સુર્યમંદિરના લાભાર્થે શંખનાદ કાર્યક્રમનું આયોજન સુરત ખાતે થયું જેમાં બાબરીયાવાડ, કાઠીયાવાડ, પ્રચાળથી લઈ જુનાગઢ જિલ્લાના કાઠી ક્ષત્રિય દરબારો ૮૦૦ ગામના તેમજ કાઠી ક્ષત્રિય સમાજના ર૦ઢ સરપંચોના સન્માન જેમાં મહુવા તાલુકાના મોટીવડાળ કાનભાઈ ખુમાણ સુધી થયા આ કાર્યક્રમનો મુળ હેતુ કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સુર્યસેનાએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે સંગઠન બનાવાશે નાના મોટા વેરઝેર ભુલી તેમજ વ્યસનો જ સમાજને ખોખલો બનાવે છે. તે સમાજનું દુક્ષણ છે તેનો ત્યાગ કરવો તેમજ સમાજના આગેવાનો, યુવાનો રાજકીય ક્ષેત્રે મદદ કરવી તેમજ સમાજ માથે અન્યાય થતો રોકવા રણીનીતીઓ તૈયાર કરવી તેમજ સમાજની વિધવા બહેનોના સંતાનોને સહાય કરી સારૂ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા સમાજે ઉભી કરવી તેમજ સમાજના યુવાનો દરેક ક્ષેત્રે અગ્રેસર રહે જેવા કે શિક્ષણિક, રાજકીય, સામાજીક, ધંધાકીય, સરકારી ક્ષેત્રમાં રહેલ ભાઈઓ સમાજના યુવાનોને યોગ્ય મદદ કરી આગળ ધપાવવા જહેમત ઉઠાવે. આ માટે સમાજના ઈતિહાસ વિદો રસીકોને મદદ કરવી આવા ઠરાવો નકકી થતા ખુશીનો માહોલ સર્જાયો તેમજ રાત્રે દેવાતભાઈ ખવડ, રણજીભાઈ વાંક, ઉદયભાઈ ધાધલ, જીતુદાન ગઢવી, હકાભા ગઢવીનો લોક ડાયરો ગૌમાતાના લાભાર્થે લોકડયારાનું આયોજન થયું હતું.