તિર્થનગરી પાલીતાણા ખાતે અખાત્રીજના દિવસે વર્ષીતપનાં આરાધકો પારણાં કરશે

729

શાશ્વત તીર્થ શત્રુંજયની છત્રછાયામાં વર્ષીતપનાં ૫૦૦ થી વધુ આરાધકો ઇસ રસથી તળેટી ખાતે આવેલ પારણા ભૂવન ખાતે પારણાં કરશે. વર્ષીતપ એટલે ૪૦૦ દિવસ સુધી કરવામાં આવતું. વિશિષ્ટ તપ. આ તપ ફાગણ વદ-૮ થી શરૂ કરી વૈશાખ સુદ -૩ એટલે અક્ષય તૃતીયાના દિવસે તપની પૂર્ણાહુતિ થાય છે. પ્રથમ તીર્થંકર આદિનાધ – ઋષભદેવ ભગવાને સંયમનો સ્વીકાર કર્યો ત્યારે તેઓને છઠ્ઠ – બે ઉપવાસ હતા. પારણાને દિવસે પ્રભુ ગોચરી પાણી માટે નગરમાં નીકળ્યા નગરજનો સાધૂની આહાર વિઘ્ન, નિયમોથી અજાણ હોવાથી તેઓ પ્રભુને હાથી, ઘોડા, હિરા, માણેક, મોતી, વસ્ત્ર અને પોતાની કન્યાઓ ઋષભદેવને ધરવા લાગ્યા આવું બે ચાર દિવસ નહીં પરંતુ ચારસો દિવસ સુધી ચાલ્યું. ૪૦૦ દિવસ પછી હસ્તીનાપુર પધાર્યા. ત્યારે શ્રેયાંસકુમાર નિર્દોષ શેરડીના રસથી ભરેલા ઘડામાંથી અહોભાવથી પ્રભુ ઋષભદેવને ઇસુરસ વ્હોરાવે છે. પ્રભુ કરપાત્રાથી પારણું કરે છે. તે દિવસ હતો વૈશાખ સુદ ત્રીજ આ તપને સંવત્સર તપ પણ કહે છે. અમુક તપસ્વી અને ૪૦૦ દિવસને બદલે એક વર્ષ સુધી પણ તપ કરતાં હોય છે. અમુક તપસ્વીથી ઉપવાસન થતો હોય તો એકાસણા, આયંબિલ વગેરે નાની મોટી તપશ્ચર્યા કરી વર્ષીતપની આરાધના કરે છે. વર્ષીતપના પારણા પહેલા હસ્તીનાપુર અને પાલીતાણામાં જ થતા હતા. પરંતુ સમયાંતરે દરેક જગ્યાએ થવા લાગ્યા છે. ચાલુ વર્ષે હાલ ૫૩૦ આરાધકો પાલીતાણા ખાતે પારણા માટે નોંધાયેલ છે. જે અત્યાર સુધીમાં સૌથી ઓછા નોંધાયા છે. આશરે ૧૦ થઈ ૧૫ હજાર લોકો તપસ્વીઓને પારણા પ્રસંગે ઉપસ્થિત રહેશે તેવું લાગી રહ્યું છે. ગતવર્ષ ૬૩૦ નોંધાયેલ હતી. ચાલુ વર્ષે ૫૦ ટકા જેટલી ધર્મશાળાઓ ખાલી છે. દિવસે ને દિવસે પાલીતાણામાં વર્ષીતપના પારણા ઘટતા જતા ચિંતાનો વિષય બન્યો છે. વર્ષમાં એક વખત ઋષભદેવ પ્રભુને શેરડીના રસથી તપસ્વીઓ પ્રક્ષાણ કરે છે. ત્યારબાદ પારણું કરે છે. ઋષભદેવ પ્રભુને અખાત્રીજના દિવસે શેરડીના રસથી પ્રક્ષાલ શ્રાવક શ્રાવિકાઓ દ્વારા કરાય છે. શેઠ આ.ક.પેઢી દ્વારા તપસ્વીઓના પારણા માટેની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

Previous articleધનરાશિનાં ગુરૂનાં ભ્રમણનો તુલા (ર-ત) અને વૃશ્ચિક (ન-ય) રાશિવાળા જાતકો ઉપર પ્રભાવ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે