બોટાદ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.વાય.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ બોટાદ સર્વેલન્સ સ્ટાફના માણસોએ બોટાદ પો.સ્ટે.માં ગઇ ૦૩/૦૫/૨૦૧૯ ના રોજ દર્શનભાઇ બિપીનભાઇ સોની રહે.બોટાદ પરમ સોસાયટી વાળાનું મો.સા. હિરો મેસ્ટ્રો રજી.નં.જીજે-૩૩-એ ૬૪૬૧ કિ.રૂ.૨૫,૦૦૦/- નું ચોરી થયેલ જે બાબતે બોટાદ પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ તેમજ સદર ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ બોટાદ સર્વેલન્સ સ્ટાફના માણસો સદર ગુન્હાની તપાસમાં હતા દરમ્યાન બોટાદ સીસીટીવી કન્ટ્રોલ તથા પોકેટ કોપ ની મદદથી રવિભાઇ હેમુભાઇ સોરઠીયા ઉ.વ.૧૯ રહે.ભીમડાદ તા.ગઢડા જી.બોટાદ વાળાને ઉપરોક્ત ચોરીમાં ગયેલ મો.સા. પકડી મજુકુરની પુછપરછ કરતા પોતે તથા પોતાના મિત્ર કાળુભાઇ મારૂ રહે.મેઘવડીયા તા.જી.બોટાદ નાંઓએ બોટાદ શીવમ હોસ્પીટલ પાસેથી ચોરી કરેલલાનું જણાવતા હોય મજકુર રવીભાઇ હેમુભાઇ સોરઠીયા રહે.ભીમડાદની અટક કરી ચોરીમાં ગયેલ મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- નું કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં પો.સ.ઇ.ડી.વી.ડાંગર, હે.કો. ભગીરથસિંહ, હે.કો. જયરાજભાઇ, પો.કો દશરથદાન, પો.કો. દિગ્વિજયભાઇ, પો.કો. દિલીપસિંહ, પો.કો. યુવરાજસિંહ, પો.કો. ઋષિરાજસિંહ, પો.કો. રવિરાજસિંહ, પો.કો. ભાવેશભાઇ તથા પો.કો. કૌશીકભાઇ વિગેરે સ્ટાફના માણસો જોડાયેલ હતા.