તા. ૧૩-૧-૧૮નાશનિવારના રોજ ભૈરવધામ મંદિર લાકડીયા પુલ ખાતે, દીપદાન મહોત્સવ તથા પંચકુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન જગદીશ્વરમ્ ફાઉન્ડેશન તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની મહિલા પાખ દ્વારા કરાયેલ હતું. તેમા પ.પુ. હરનાથજી બાપુ અને જગદીશ્વરમ્ ફાઉન્ડેશનના ડો. સુનિલ મહેતાના હસ્તે તળાજા વિધાન સભાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાનું સન્માન શાલ તથા ભૈરવધામનો ખેસ ઓઢાડીને કરવામાં આવ્યું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના તમામ હોદ્દા ધરાવતા અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું. પ.પુ. હરનાથજી બાપુ દ્વારા કન્યા કેળવણી, બેટી બચાવો, બેટી પઢાવો માટે વકતવ્ય આપી. સૌરાષ્ટ્ર કચ્છની મહિલા બ્રહ્મ સમાજની બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.