ગુજરાતનું સૌ પ્રથમ વન્ડર લેન્ડ સ્ટેમ કિન્ડર ગાર્ટન દ્વારા એક પ્લેઆઉટ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. જેનાં ભાગરૂપે ભાવનગરમાં સૌ પ્રથમ વખત ઇસ્કોન કલબ ખાતે યુનિક પ્લે-ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫ થી ૧૨ વર્ષ સુધીનાં બાળકો માટે વિનામૂલ્યે વિવિધ રમતો, કાર્ટુન ફિલ્મ, તથા વિવિધ શો ડાન્સ સહિતનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.