લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ૭ રાજ્યોની ૫૧ બેઠકો પર મતદાન થયું. આ દરમિયાન આઈપીએલની વ્યસ્તતા વચ્ચે પણ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીમાં વોટિંગ કર્યું હતું. ધોનીની સાથે તેની પત્ની, માતા અને પિતાએ પણ વોટિંગ કર્યું હતું. ધોની-સાક્ષીએ રાંચીની જવાહર વિદ્યા મંદિરના પોલિંગ બૂથમાં વોટ આપ્યો હતો. ધોની અને સાક્ષીની દીકરી જીવા પણ વોટિંગ માટે સાથે આવી હતી.