રાજુલા તાલુકાના જુની બારપટોળી ખાતે માનવભક્ષી દિપડાએ વાડીએ સુતેલ પરપ્રાંતિય પરિવારની વચ્ચેથી દિપડાએ ૪ વર્ષના બાળકને ઉપાડી નાખ્યો. કિસાન સંઘ પ્રમુખ, ઉપપ્રમુખના પ્રયાસો અને વન વિભાગ દ્વારા આ બાળકને હોસ્પિટલે દાખલ કરાયો પણ આ બાબતની હોસ્પિટલે દવા નહીં હોતા તેને મહુવા રીફર કરાયેલ.
રાજુલા પંથકમાં માનવ લોહી ચાખી ગયેલ ખુંખાર દિપડાનો આતંક તાલુકાના જુની બારપટોળી ખાતે જુની કાતરની સીમમાં આવેલ આહીર બીજલભાઈ રામજીભાઈ હડીયાની વાડીએ ભાગીયું રાખેલ પરપ્રાંતિય ગુલાબસિંહ ખેરનો પરિવાર સહિત સુતા હતા ત્યારે માનવ ભક્ષી દિપડો રાત્રિએ ધીમે પગે સુતેલા પરિવાર વચ્ચેથી ૪ વર્ષના બાળક ગુલશન ગુલાબસિંહ ખેરને ઉઠાવતા પરિવારે જાગી જઈ દેકારો મચાવ્યો અને મહા મુસીબતે દિપડાના મોઢામાંથી આ તેના બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં છોડાવ્યું અને તુરંત જ બારપટોળીના જ કિસાન સંઘ તાલુકા ઉપપ્રમુખ દેવાતભાઈ હડીયા સંપર્ક કરી હોસ્પિટલે બાળકને દાખલ કરાયું તેમજ તાત્કાલિક વન વિભાગના આરએફઓ રાઠોડભાઈને જાણ કરતા દવાખાને આવી જરૂરી કાગળો તૈયાર કરેલ પણ આવડી મોટી અદ્યતન હોસ્પિટલમાં વન્ય પ્રાણી સિંહ, દિપડાના ડાઢેલની દવા નથી અને દવા ન હોવાથી અગાઉ પણ ચોત્રા ગામમાં આવો જ બનાવ ર મહિના પહેલા બનેલ અને છોકરાને દવા ન હોવાથી અમરેલી દાખલ કરવા છતા મોડુ થઈ જવાથી તે બાળકનું મોત થયેલ તો આજના બનાવમાં પણ હોસ્પિટલે દવા નથી અને ન છુટકે ગુલશનને પ્રાથમિક સારવાર લઈ મહુવા રીફર કરેલ છે તેમજ આરએફઓ રાઠોડ, રાજ્યગુરૂ તથા વન વિભાગના ટીમ દ્વારા ખુંખાર દિપડાને પકડી પાડવા પીંજરૂ મકવા કાર્યવાહી હાથ ધરી છે અને કિસાન સંઘ દ્વારા હોસ્પિટલે સિંહ, દિપડાના દાટેલની દવા ઉપલબ્ધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવા ફરજ પડશે.