મેવડ નજીક આવેલ ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીઓની વિવિધ માંગને લઈ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોબાળો મચાવી હડતાળ પાડવામાં આવી હતી અને ઈન્સ્ટીટયુટના સંચાલકોને વિદ્યાર્થીઓની માંગ પુરી કરવા આવેદનપત્ર સોપવામાં આવ્યુ હતું. અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણાના નગરમંત્રી અજય બી. પ્રજાપતિ દ્વારા મેવડ નજીક આવેલ ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયુટના સંચાલકોને આવેદનપત્ર સોંપવામાં આવ્યુ હતુ. જેમાં મંગળવારે વિદ્યાર્થીઓ દ્વારા હડતાળ પાડી હોબાળો મચાવ્યો હતો અને બાદમાં સંચાલકોને આવેદનપત્ર આપી સંચાલકોના સમજાવટથી મામલો થાળે પડયો હતો. આવેદનપત્રમાં એ.બી.વી.પી.એ. માંગ કરી હતી કે જે પ્રમાણે ફી લેવાય છે તે મુજબ રમત ગમતના સાધનો, પાણીની યોગ્ય સગવડ પુરી પાડવી, સહીતના વિવિધ સાત મુદ્દાઓ હેઠળ આવેદનપત્ર આપ્યુ હતું.