આજરોજ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે મામૈયાબાપુ સુમરાબાપુ વરૂ પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે વિશ્વ વંદનીય મોરારીબાપુ દ્વારા સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી.
પ્રતાપભાઈ વરૂએ પોતાના પ્રાસંગિક વ્યક્તવ્યમા વ્યાસપીઠ અને બાપુને વંદન કરીને જણાવ્યું હતું કે “બાપુ, આપના દ્વારા આ સનાતન ધર્મની જ્યોત પ્રગટાવેલ છે તે સદા માટે અમો વરુ પરિવાર ઝળહળતી રાખીશું. વધુમાં પ્રતાપભાઈએ જણાવેલું કે-” બાપુ ,આ ક્ષત્રિય સમાજ અધર્મ માટે માથાના બલિદાન આપવા વાળો સમાજ છે. વ્યાસપીઠ ને જ્યારે જરૂર પડશે ત્યારે ક્ષત્રિય સમાજ ઉભો રહેશે.”
બાપુએ તેમના વક્તવ્યની શરૂઆતમાં નાગેશ્રી ગામના ,આખા સમાજના ઈષ્ટદેવ હનુમાનજી મહારાજના શરણમાં પ્રણામ પાઠવ્યા.પ્રેમદાસબાપુ ગોદડિયા એમની શીતળ ચેતનાને પ્રણામ કરી, ભીમબાપુ ,કાલુબાપુ અને એમના સમગ્ર પરિવારને શીતળ થયેલ ભૂમિ પર ભાગવતજીનું આયોજન કરેલ તે અંગે પ્રસન્નતા વ્યકત કરી અને ભાગવત જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠને પ્રણામ કર્યા. પરમહંસોની સંહિતા શ્રીમદ્ ભાગવત ગ્રંથ ને પ્રણામ કર્યા. વ્યાસપીઠ પર બિરાજેલા શાસ્ત્રી યેગ્નેશ ઓઝાને પ્રણામ કરી, પ્રતાપભાઈ વરુ એમનો પરિવાર તથા કથા શ્રવણ કરવા આવેલા તમામ ભાઈ બહેનો માટે ખુબખુબ પ્રસન્નતા વ્યક્ત કરી ને બધા ને જય શ્યામ પાઠવ્યા. બાપુએ જણાવ્યું કે-
“પ્રતાપભાઈ વરુ મારો પરિવાર છે અને આખું જગત મારો પરિવાર છે.આ એક સૂર્યવંશી પરિવાર છે. જેને સીધો અજવાળા સાથે સબંધ છે ! એવા આ પરિવાર સાથે મારે વિશેષ સબંધ છે તે ભાગવતની સાક્ષીએ કહું છું; કારણ કે ક્ષત્રિય સમાજના માથાને ખબર છે ક્યાં નમાય અને ક્યાં નો નમાય. નાગેશ્રી મા સુરીગબાપુ વખતના આ વરૂ પરિવાર સાથે સબંધ છે જ્યારે તખદાન ગઢવી સાથે અવારનવાર બાપુને આવવાનુ થતું હતું. બાપુએ કહ્યું કે “આ જગતમાં સકારાત્મક વાતાવરણ છે, તેટલું જ નકારત્મક વાતાવરણ છે. ભાગવત કથાથી નકારાત્મક ઉર્જા રહેતી નથી.
બાપુએ કહ્યું કે શાસ્ત્રી યજ્ઞેશભાઇ ઓઝા સરળ વકતા છે. હું પણ સરળ વ્યાસ પીઠ ગોતું છું, તે મને મળી રહે છે! ભાઈશ્રીના કૃપા પાત્ર યેગ્નેશભાઈ શાસ્ત્રી જેઓ પણ સરળ છે ,તેમને બાપુએ પ્રાણમ કર્યા. નાગેશ્રી મા પ્રેમદાસબાપુ ના ધુણે હનુમાનજી બિરાજેલા છે, તેમને ઘી ચડાવવામાં આવે છે તે વાતને લઈ બાપુએ કહયું કે ગણપતિને ઘી ચડે છે તેમ હનુમાનજીને પણ ઘીનો અભિષેક કરવામાં આવે છે.