સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના કોમેડિ શો ધ કપિલ શર્મા શો ના આવનારા એપિસોડમાં, જાણિતા કોરીઓગ્રાફર, નિર્દેશક અને નિર્માતા ફરાહ ખાન આ ઇન્ડસ્ટ્રીમાં તેમની મુસાફરી, ત્રણ બાળકોની માતા તરીકેનુ તેણીનુ જીવન અને શીરીષ કુન્દરની પત્ની તરીકેની તેણીની ભૂમિકા વિષે કપિલ સાથે વાત કરશે. અન્ય વાતચીતમાં કપિલ તેની કોમેડિ વાતો શરૂ કરશે અને આ વિકેન્ડના એપિસોડને ઈન્ડસ્ટ્રીની બુધ્ધિશાળી મહારાણી ફરાહ ખાન સાથે બતાવીને તેને મનોરંજન માટેનું દ્રશ્ય પૂરુ પાડશે.
ફરાહ વિષે તેની નિર્દેશકની મુસાફરી વિષે વાત કરતી વખતે, એક ખૂબ જ રસપ્રદ સત્ય તેની પ્રથમ મુવી ’મૈ હૂ ના’ વિષે જાહેર કરવામાં આવ્યુ હતુ. તેણીએ એવું કહેવાનુ ચાલુ રાખ્યુ હતુ કે સુનિલ શેટ્ટી એટલે કે ’અન્ના’ તે ખરેખર છેલ્લા કલાકાર હતા કે જેને આ ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેણીએ શરૂઆતમાં આ જાણીતા કલાકારને સંપર્ક કરતા પહેલા ભારતિય સિનેમાના નસરૂદિન શાહ, નાના પાટેકર અને કમલ હસન જેવા કલાકારોનો સંપર્ક કર્યો હતો કે તેઓ આ ભૂમિકા ભજવે.
આ શો ની નજીકના સૂત્રો જણાએ છે કે, ” જયારે કપિલ શર્માએ ફરાહને કહ્યુ કે સુનિલ શેટ્ટીને કલાકાર તરીકે લેવા પાછળનુ કારણ સમજાવે ત્યારે તેણીએ કહ્યુ કે તેણીની પ્રથમ પસંદ હંમેશા નસરૂદિન શાહ રહિ છે પરંતુ તેણે આ ભૂમિકા કરવા ના પાડિ એવુ કહિને કે તે આટલા બધા દિવસો સુધી કામ કરી શકશે નહિ. તેથી તેણીએ તેને શાહરૂખખાનના પિતા તરીકે નિરૂપ્યા હતા અને ત્યાર બાદ તે ગઈ અને કમલ હસન સરને ચેન્નઈમાં મળી હતી અને તેમને ત્યાં એક દિવસ રહિ હતી. તેણીએ સ્ક્રિપ્ટને કમલ હસન સરને વાંચી સંભળાવી હતી તેમણે પણ છેલ્લે ના પાડિ હતી. ત્યાંથી અટકયા વગર તેણીએ નાના પાટેકરનો સંપર્ક કર્યો હતો કે જેને આ સ્ક્રિપ્ટ ગમી હતી પરંતુ તેણે આ સ્ક્રિપ્ટમાં થોડો ફેરફાર કર્યો હતો અને થોડા વધારે દ્રશ્યો ઉમેર્યા હતા જેને ફરાહ ખાને ખુશીથી ફિલ્મમાં ઉમેર્યા હતા. પરંતુ ત્યાર બાદ નાનાએ પણ આ ભૂમિકા માટે ના પાડિ હતી. પરંતુ તેને છોડિ ના દઈને તેણી સુનિલ શેટ્ટી પાસે ગઈ હતી, અને એવું વિચારતી ગતી કે કલાકારને વિલન તરીકે લેવો તે નવુ હશે અને તેમના જેવો વ્યક્તિ આ પાત્રને ન્યાય આપી શકશે. છેલ્લે સુનિલ કે જે આ ફિલ્મમાં સહમત બન્યો તે માત્ર આ ફિલ્મના પ્રથમ અડધા ભાગને સાંભળે છે એટલુ જ નહિ પરંતુ તે વિલન તરીકે રજૂ કરાયો. આ ફિલ્મમાં તેની ભૂમિકાને વખાણવામાં આવી એટલી અસરકારક રીતે કે તેને બીજી ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ મળવા લાગી.”
આ શો માં વધુમાં પરાહ કે જે બોલિવુડના “કિંગ ખાન” શાહરૂખ ખાણ સાથેના તેના સંબંધો અને તેમની મિત્રતાની મુસાફરી ’કભી હા કબી ના’ ના આઉટડોર શુટીંગથી થઈ હતી તેના વિષે વાત કરશે.
વધુ અમર્યાદિત મઝા માટે ધ કપિલ શર્મા શો ને દર શનિવાર- રવિવાર રાત્રે ૯ઃ૩૦ કલાકે માત્ર સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ઉપર ટયુન કરો