૭૯ વર્ષથી ઇલેક્ટ્રિસિટી વગર જીવી રહ્યા છે નિવૃત્ત પ્રોફેસર

552

આ આકરા ઉનાળામાં બે ઘડી માટે પણ ઇલેક્ટ્રિસિટી જતી રહે તો શું થાય? આપણે બે ઘડીમાં પણ પરેશાન થઈ જઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે પુણેના એક નિવૃત્ત પ્રોફેસર છેલ્લા ૭૯ વર્ષથી ઇલેક્ટ્રિસિટી વગર જીવી રહ્યા છે. ૭૯ વર્ષીય ડો. હેમા સાને પુણેના બુધવાર પેઠ ખાતે લાઇટ વગરના મકાનમાં રહે છે. ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નહીં કરવા પાછળનો કારણ પણ ખૂબ રસપ્રદ છે. પ્રકૃતિ અને હવામાન પ્રત્યેના તેમના અનહદ પ્રેમને કારણે તેઓ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નથી કરી રહ્યા.

ડો. સાને કહે છે કે, “ખોરાક, કપડાં અને ઘરે મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો છે. એક સમયે ઇલેક્ટ્રિસીટી હતી જ નહીં. મારા ઘરે તે ખૂબ મોડી આવી હતી. હું તેના વગર રહી શકું છું.”

ડો. હેમા વધુમાં કહે છે કે, “આ તેણીના કૂતરા, બે બિલાડી, નોળિયા અને પક્ષીઓની સંપત્તિ છે. આ મારી સંપત્તિ નથી. હું અહીં ફક્ત તેમની દેખરેખ રાખું છું. લોકો મને ગાંડી કહે છે. તેમની નજરોમાં હું હોઈ શકું પરંતુ જીવન જીવવાનો આ મારો રસ્તો છે. મને ગમે છે તે રીતે હું જિંદગી જીવું છું.”

ડો. હેમાએ સાવિત્રી ફૂલે પૂણે યુનિવર્સિટીમાંથી વનસ્પતિશાસ્ત્ર વિષય પર ઁરડ્ઢ કર્યું છે. તેણીએ ગરવારે કોલેજ પુણે ખાતે પ્રોફેસર તરીકે વર્ષો સુધી નોકરી પણ કરી છે.

પુણેના બુધવાર પેઠ વિસ્તારમાં તેણી એક નાની ઝૂપડીમાં રહે છે. તેના ઘરની આસપાસ અલગ અલગ પ્રકારના વૃક્ષો છે અને તેમાં અનેક પ્રકારના પક્ષીઓ રહે છે. ડો. હેમાની સવાર પક્ષીઓના કલરવથી થાય છે.

એટલું જ નહીં ડો. હેમાએ વનસ્પતિશાસ્ત્ર અને પર્યાવરણ પર અનેક પુસ્તકો પણ લખ્યા છે. આ જે પણ જ્યારે પણ તેણી ઘરે એકલી હોય છે ત્યારે પુસ્તકો લખે છે. આજના સમયે ભાગ્યે જ કોઈ એવું પક્ષી અથવા વૃક્ષ હશે જેના વિશે ડો. હેમા જાણતા ન હોય.

ડો. હેમા વધુમાં કહે છે કે, “મને મારી આખી જિંદગીમાં ક્યારેક ઇલેક્ટ્રીસિટીની જરૂર નથી પડી. લોકો મને અવારનવાર પૂછતા હોય છે કે હું ઇલેક્ટ્રિસીટી વગર કેવી રીતે રહી શકું છું. હું તેમને સામે પ્રશ્નો પૂછું છું કે તમે ઇલેક્ટ્રીસિટી સાથે કેવી રીતે રહો છો. લોકો મને કહે છે કે આ ઘર વેંચી નાખો, ખૂબ પૈસા આપશે. હું તેમને કહું છું કે મારા ગયા પછી આ પક્ષીઓ અને વૃક્ષોની દેખરેખ કોણ રાખશે. મારે તેની સાથે રહેવું છે.”

Previous articleIITના પ્રોફેસરે પ્રશ્નપત્રમાં છાત્રોને પૂછ્યું, ધોનીએ ટોસ જીતીને શું કરવું જોઈએ
Next articleજૂનમાં વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં આવે તેવી પ્રબળ વકી