સલમાન ખાનની કિક ફિલ્મ તમામ ચાહકોને પસંદ પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. હવે તેના બીજા ભાગની તૈયારી કરી લેવામાં આવી છે. કિક-૨ ફિલ્મમાં સલમાન સાથે અભિનેત્રી તરીકે કોણ રહેશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. સલમાન ખાનની ફિલ્મમાં જેક્લીન અને દિપિકા પૈકી કોઇ એકને લેવા માટે ચર્ચા ચાલી રહી હતી. જો કે હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ બંને સ્ટાર કિક-૨નો હિસ્સો બનનાર નથી. નવી ફિલ્મમાં કોણ રહેશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. એવુ જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં બે સેક્સી સ્ટાર દિશા પટની અથવા તો એમી જેક્સન પૈકી એકને લેવામાં આવી શકે છે. પ્રથમ દાવેદાર તરીકે એમી જેક્સન રહી છે. તે થોડાક સમય પહેલા રજનિકાંતની ફિલ્મમાં નજરે પડી હતી. જેથી તેની શક્યતા વધારે દેખાઇ રહી છે. હવે દિશા પટનીના નામ પર પણ ચર્ચા છેડાઇ ગઇ છે. ભારત ફિલ્મમાં સલમાન સાથે તેના સ્લો મોશન ગીતને રેકોર્ડ સફળતા મળ્યા બાદ તેની બોલબાલા પણ વધી છે. દિશા યુવા પેઢીમાં સતત લોકપ્રિય પણ બની રહી છે. આવી સ્થિતીમાં તે બાજી મારી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મ નિર્માતા ફિલ્મ માટે એક નવી સ્ટારને ચમકાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. સલમાન ખાન હાલમાં તેની ભારત ફિલ્મને લઇને વ્યસ્ત છે. જેમાં તે કેટરીના કેફ અને દિશા સાથે નજરે પડી રહ્યો છે. આ ફિલ્મના ગીતો રેકોર્ડ સફળતા મેળવી રહ્યા છે. ફિલ્મને લઇને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. દિશા પોતે કહી ચુકી છે કે તે સલમાન સાથે ફરી વાર કામ કરવા માટે આશાવાદી છે. ભારત ફિલ્મ સાથે તેની બોલબાલા વધશે.