કંઇ ફર્ક નથી પડતો કે સામે કયો બૉલર છેઃ ઋષભ પંત

689

એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હીની ૨ વિકેટ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઋષભ પંતે કહ્યું કે જ્યારે તે તાબડતોડ બેટિંગ માટે લયમાં આવી જાય છે, પછી તેને કોઈ ફર્ક નથી પડતો કે કોણ બૉલિંગ કરી રહ્યું છે. ઋષભ પંતે ૨૧ બૉલમાં ૪૯ રન ફટકાર્યા હતા જેમાં ૫ છગ્ગા માર્યા હતા જેની મદદથી દિલ્હીનો વિજય થયો હતો. પંતે કહ્યું કે, “ટી-૨૦માં તમારે ૨૦ બૉલમાં ૪૦ કે તેથી વધારે રન બનાવવાની જરૂર હોય છે. તમારે એક બૉલર વિરુદ્ધ આક્રમણ કરવાનું હોય છે. હું એ નથી જો તો કે કોણ બૉલિંગ કરી રહ્યું છે.”

પંતે કહ્યું કે, “આ અમારી આદતમાં આવી ગયું છે અને આ માટે અમે આટલી બધી પ્રેક્ટિસ કરીએ છીએ. આજે આ ખાસ રહ્યું કારણ કે મે બૉલને વધારે જોરથી ફટકારવાનો પ્રયત્ન નહોતો કર્યો. હું ફક્ત બૉલને જોઇ રહ્યો હતો અને યોગ્ય સમયે ફટકારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.” પંતે કહ્યું કે, “જો તમે આવી વિકેટ પર ચોંટી જાઓ છો તો તમારે તમારી ટીમ માટે મેચ પૂર્ણ કરવી જોઇએ. હું નજીક લઇ ગયો, પરંતુ નેક્સ્ટ સમયે હું મેચને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. જો નકારાત્મક હોય છે તો આ મદદગાર નથી થતુ.”

 

Previous articleઆગામી વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશે : જોન્ટી રોડ્‌સ
Next articleસતત સાતમાં દિને શેરબજારમાં કડાકો : કારોબારી ભારે નિરાશ