કોંગ્રેસે વડાપ્રધાન મોદીને આપેલી ૫૬ ગાળો અમારા માટે છપ્પન ભોગઃ ગડકરી

569

કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૫૬થી વધારે ગાળો ભાંડવામાં આવી છે. વડાપ્રધાન કોઇ એક પાર્ટીનો નહીં પરંતુ સમગ્ર દેશના હોય છે પરંતુ રાજનીતિમાં કોંગ્રેસ આટલા નીચલા સ્તરે પહોંચી ગઇ છે કે ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું છે. ગડકરીએ કહ્યું કે વડાપ્રધાનને આપવામાં આવેલી કોંગ્રેસની આ ગાળો અમારા માટે છપ્પન ભોગ સમાન છે. ૧૯૮૪ના શીખ રમખાણનો ઉલ્લેખ કરતા કહ્યું તેમણે કહ્યું કે રમખાણ પીડિતોને આજ દિવસ સુધી જે ન્યાય ન અપાવી શક્યાં તેઓ હવે દેશના ગરીબોને શું ન્યાય આપશે.   દુર્ભાગ્યે વડાપ્રદાન ને માન-સમ્માનને બદલે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા તેમના પર અભદ્ર ટિપ્પણીઓ કરી. જેમાં રાહુલ જીને સુપ્રીમ કોર્ટમાં પોતાના નિવેદન અંગે જે પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો તે જગજાહેર છે.

દેશમાં પર્ફોર્મન્સ અને કામ ચૂંટણીનો મુદ્દો ન બને તે માટે કોંગ્રેસ અને વિપક્ષ ચૂંટણીને બે મુદ્દા પર લઇ ગઇ – પહેલો દલિતો, માઇનોરિટી, એસસી-એસટી ના મનમાં ભય ઉભો કરવો અને બીજો વિકાસના જે કામો ૫૦ વર્ષમાં નથી થયો તે ૫ વર્ષમાં થયો, તેના પર ચર્ચા ન કરી જાણી જોઇને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી.

૧૯૭૧ના યુદ્ધ દરમિયાન અટલજીના નેતૃત્વમાં તમામ વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન ઇન્દિરાજી નું સમર્થન કર્યું હતુ અને કહ્યું કે દેશની સુરક્ષામાં અમે બધા સાથે છીએ. પરંતુ આ વખતે સુરક્ષાના વિષય પર પણ રાજાકરણ રમવામાં આવ્યું. રાજનીતિમાં મતભેદ હોઇ શકે પરંતુ મનભેદ અને દુષ્પ્રચાર હોવો જોઇએ નહીં.

તેમની પેઢીઓ (ગાંધી પરિવાર) ગરીબી હટાઓની વાત કરી રહીં પરંતુ ગરીબી હટી નહીં. હવે રાહુલ જી પણ તે જ વાત કરી રહ્યાં છે, તો તેમની વિશ્વસનિયા ક્યાં છે? આ ન્યા નથી, આજ દિવસ સુધી થયેલા અન્યાયી વાત છે.

Previous articleપૂણેઃ કાપડાના ગોડાઉનમાં આગ લાગતાં પાંચ મજૂરોના કરૂણ મોત
Next articleઆટલા નબળા વડાપ્રધાન તો લાઈફમાં જોયા નથી : પ્રિયંકા