રાણપુરને પીવાનું પાણી પુરૂ પાડતા ભડલા ડેમમાં ૧૦ દિવસ ચાલે એટલું જ પાણી!

330

બોટાદ જીલ્લાના રાણપુર ગામને પીવાનુ પાણી પુરૂ પાડતા ભડલા ડેમમાં અત્યારે ૧૦ દિવસ ચાલે એટલુ પાણી હોવાથી રાણપુરમાં પાણીની તંગી ન સર્જાય તે માટે દરોડ કેનાલ માંથી પાણી આપવામાં આવે તેવી રજુઆત કરી હતી.રાણપુર ગામની વસ્તી અંદાજે ૨૫ હજાર આસપાસ છે.જેમને પીવાના પાણી માટે ગ્રામપંચાયતના પાણીના કુવામાં પાણી ખુટી જતા ભડલા ડેમમાંથી પાણી પુરૂ પડાય છે.આ ડેમમાં પણ હવે ૧૦ થી ૧૨ દિવસ સુધી ચાલી શકે તેટલુ જ પાણી હોવાથી રાણપુરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય તેમ છે.આ સમસ્યાના નિવારણ માટે દરોડ કેનાલમાંથી રાણપુર ને પાણી આપવામાં આવે તે માટે રાણપુર સરપંચ અબ્બાસભાઈ ખલાણીએ રાણપુર ટી.ડી.ઓ.ને લેખિતમાં રજુઆત કરી હતી.

Previous articleરાણપુર બીઓબીના કર્મચારીઓની મનમાનીથી ખાતેદારોમાં અસંતોષ
Next articleજાફરાબાદનાં વઢેરા, ચિત્રાસર, ફાચરિયામાં હિરાભાઇ દ્વારા પાણી માટે કાર્યવાહી કરાઇ