રિષભ પંત યુવા ખેલડીઓમાં શ્રેષ્ઠ ‘ફિનિશર’ છેઃ પૃથ્વી

599

દિલ્હી કેપિટલ્સની ટીમના ઓપનિંગ બેટ્‌સમેન પૃથ્વી શૉએ તેના સાથી ખેલાડી રિષભ પંતના વખાણ કરતા કહ્યું હતું કે યુવા ક્રિકેટરોમાં તે શ્રેષ્ઠ ‘ફિનિશર’ છે.

૨૧ વર્ષના પંતની ફટકાબાજીથી કેપિટલ્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને રાતે અહીં રસાકસીભરી એલિમિનેશન મેચમાં બે વિકેટથી પરાજય આપ્યો હતો.

જીત મેળવવા ૧૬૩ રન કરવાના લક્ષ્ય સામે પોતાના દાવની નબળી શરૂઆત કરેલ કેપિટલ્સની ટીમને પંતે ૨૧ બોલમાં પાંચ છગ્ગા સાથે ૪૯ રન ફટકારી વિજયના માર્ગે લાવી મૂકી હતી.

“ટી-૨૦ મેચોમાં ખેલાડીઓ પર ઘણું માનસિક દબાણ રહેતું હોય છે અને પંતે ભવ્ય બૅટિંગ પ્રદર્શન કરી દેખાડ્યું હતું અને તે યુવા ખેલાડીઓમાં શ્રેષ્ઠ ફિનિશર છે, એમ પૃથ્વીએ મેચ બાદ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું.

Previous articleસ્ટીવ સ્મિથ અને વૉર્નરનાં આવવાથી ઑસ્ટ્રેલિયા ટીમને મજબૂતી મળી : બ્રેટલી
Next articleઈંગ્લેન્ડના ફેન્સ ક્લબે વોર્નરની મજાક ઉડાવી, ફોટા પર ‘ચીટ્‌સ’ લખ્યું