કલોલ શહેરમાં ખાતે વોર્ડ નંબર-૩માં આવેલી પાણીની ટાંકી છાશવારે ઓવરફ્લો થવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે.
અહીં ગાયના ટેકરા પાસે સારગિલપાક સોસાયટીમાં રહેતાં રહીશ એ. એચ. સૈયદે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને ફોટો સાથે વિગતો મોકલીને આ બાબતે તાત્કાલિક ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. દર આંતરા દિવસે પાણીની ટાંકી ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો બગાડ થઈ ચૂક્યો છે.
બીજી તરફ ગંદકી તથા લોકોને અવરજવરની તકલીફ રહે છે. એકબાજુ ગુજરાતમાં અનેક સ્થળે લોકો ખાડા ખોદી પાણી પીવા મજબૂર છે, ત્યારે કલોલમાં અત્યાર સુધીમાં હજારો લીટર પાણીનો બગાડ થયો છે. સ્થાનિક કક્ષાએથી લઈને નાયબ મુખ્યમંત્રી અને સીએમ સ્વાગત ઓનલાઈન માં બે વખત મળી કુલ ૨૦થી વધુ જગ્યાએ લેખિત-મૌખિક રજૂઆત કરી છતાં કોઈ નિરાકણ નથી આવતું. અહીં ટાંકી વારંવાર ઓવરફ્લો થવાનું મુખ્ય કારણ મીટર ન હોવાનું છે. જેના કારણે ટાંકી ક્યારે ઓવરફ્લો થઈ પાણી વહી જાય છે ખબર નથી પડતી. અને આ બાબતે લોકોમા પણ રોષ જોવા મળી રહ્યો છે.