ઢસા એસ.ટી. ડેપોમાં ભર ઉનાળે પાણી માટે વલખા મારતા મુસાફરો

268

ગઢડા તાલુકાના ઢસા  ખાતે આવેલ એ.ટી.બસ સ્ટેશન માં છેલ્લા બે વર્ષથી વોટર કુલર બંધ  ભંગાર હાલતમાં જોવાં મળેલ છે.મુસાફરો ને ના છુટકે ૧૦ થી ૨૦ રૂપિયા ખરચી વેચાતું પાણી લઈને પીવુ પડે ધમધમતો ઉનાળો ચાલી રહો છે.ત્યારે લોકો ગરમી થીં અકળાય ઉઠે છે ત્યારે.ઢસા ખાતે લાખોના ખર્ચે નવું બસ સ્ટેશન બનાવવા  આવ્યું તો  છે.ગયાં ઉનાળા ની જેમ આ ઉનાળા મા પણ વોટર કુલર બંધ હાલતમાં જોવાં મળી  રહ્યું છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં  તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી આજ દિવસ સુધી કોઇ પણ પ્રકાર ના પગાલા લેવામાં આવ્યા નથીં જેથી અહીં આવતાં મુસાફરો અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ને તંત્ર ના પાપે બહારથી ૧૦ થી ૨૦ રૂપિયા ખરચી પીવા માટે પાણી  લેવું પડે છે  ઉનાળા ની આવી ગરમીમાં મુસાફરો અપડાઉન કરતા વિદ્યાર્થી ઓ પાણી વગર  તરફડે રહ્યા છે. સ્થાનિક આગેવાનો અને  સ્થાનિક નેતાઓ પણ  મોન સેવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે

Previous article10/5/2019
Next articleભાવનગરમાં સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ ગણતરની કલાકોમાં તમામ આરોપીઓ ઝબ્બે