બાહુબલી તરીકે સમગ્ર દુનિયામાં જાણીતા થયેલા પ્રભાસની નવી ફિલ્મ સાહોને જોવા માટે ચાહકો ખુબ જ ઉત્સુક છે. ૩૦૦ કરોડના જંગી ખર્ચ સાથે તૈયાર કરવામાં આવેલ સાહો એક્શન થ્રીલર ફિલ્મ છે. જેનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. હવે ફિલ્મ નિર્માણ બાદની પ્રક્રિયા ચાલી રહી છે. ફિલ્મને ૧૫મી ઓગષ્ટના દિવસે ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ હિન્દી અને દક્ષિણ ભારતની ભાષામાં ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં મોટી સંખ્યામાં હિન્દી ફિલ્મના કલાકારો કામ કરી રહ્યા છે. જેમાં અભિનેત્રી તરીકે શ્રદ્ધા કપુર પણ છે. શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડી હવે નવી ફિલ્મમાં જોવા મળનાર છે. ફિલ્મમાં અનેક કલાકારો છે તેવા અહેવાલ આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. આ ફિલ્મ ત્રણ ભાષામાં બની છે જેથી ઉત્સુકતા વધી ગઇ છે. હવે મળેલી માહિતી મુજબ ફિલ્મમાં અનેક હિન્દી ફિલ્મોના ટોપ સ્ટાર કામ કરી ગયા છે જેમાં જેકી શ્રોફ, ચંકી પાન્ડે અને મહેશ માંજરેકર સામેલ છે. ટીનુ આનંદ પણ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં વિજય કુમારના પુત્ર અને પ્લે બેક સિંગર અરૂણ વિજય પણ કામ કરી રહ્યો છે. ફિલ્મમાં મલયાલમ સ્ટાર મિસ્ટર લાલ પણ કામ કરી રહ્યો છે. ઉપરાંત નીલ નિતિન મુકેશની પણ ભૂમિકા છે. પ્રભાસ અભિનિત ફિલ્મ માટે શુટિંગ પૂર્ણ કરવામાં આવનાર છે.
આ ફિલ્મ હાઇટેક એક્શન ડ્રામાં ફિલ્મ છે. ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં બન છે. ફિલ્મમાં હાઇટેક એક્શન સીન રાખવામાં આવ્યા છે. ફિલ્મની પટકથા સુજીતે લખી છે. નિર્દેશનની જવાબદારી પણ તે પોતે અદા કરી રહ્યા છે. દેશભરમાંબાહુબલી નામથી પ્રભાસ વધારે ઓળખાય છે. તે ફિલ્મ જગતના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે