કડવા પાટીદાર સમાજ ગાંધીનગરની યાદીમાં જણાવાયા પ્રમાણે તારીખ ૧૭મી મેના શુક્રવારે સેક્ટર ૧૨ સ્થિત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ખાતે માતાજીનો ૧૬મો પાટોત્સવ યોજવામાં આવશે.
જેમાં સવારે ૮ કલાકે નવચંડી યજ્ઞ, ૧૧.૩૦ કલાકે યજમાનો દ્વારા પૂજન, બપોરે ૧૨.૩૯ કલાકે ધ્વજારોહણ, સાંજે ૫ કલાકે શ્રીફળ હોમ અને સાંજે ૬.૩૦ કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરાયાનું પ્રમુખ ભરતભાઇ પટેલે જણાવ્યું છે.