આઝાદીનાં ૭૨ વર્ષ બાદ પણ પાટણના છેવાડાના લોકો દૂષિત પાણી પીવા મજબૂર

796

પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા સમયે પાણીની ભારે અછત સર્જાય છે તેવામાં ચાલુ વર્ષે નહીંવત વરસાદ પડવાના કારણે ઉનાળાની શરૂઆતે જ પાણીના પોકાર પઠવા પામ્યો છે. સાથે પશુઓની હાલત પણ દયનિય બનવા પામી છે. ત્યારે પાણી માટે રજળપાટ બાદ પણ પાણીના મળતા છેવટે ગંદાં પાણીના ખાબોચિયામાં લિકેજ પાઇપ લાઈનમાંથી પાણી લેવા લોકો મજબૂર બન્યા છે અને તે પણ પૂરતું ના મળતા દયનિય હાલતમાં મુકાઈ જવું પડયુ છે. હા આ સત્ય હકીકત છે સાંતલપુર તાલુકાના ભુપત નગર ગામના લોકો છેલ્લા ઘણા સમયથી ગામ બહાર આવેલ પડતર જમીનમાંથી પસાર થતી જમીનમાં પાણીની પાઇપ લાઈન લીકેજ હોઈ તેમાંથી પાણી મેળવી રહ્યા છે.

સાંતલપુર તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ ભુપત નગર ગામ જ્યાંના લોકો છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. પૂરતું પાણી ન મળતાં છેવટે ગ્રામજનો ગામની બહાર આવેલ પડતર જમીનમાં પાણીની પાઇપ લાઇન લીકેજ હોઈ તેવા દૂષિત પાણીના ખાબોચિયામાંથી પાણી મેળવવા મજબુર બન્યા છે. ગામમાં ચાર-પાંચ દિવસે એક વાર પાણીના ટેન્કર તો આવે છે પણ જરૂરિયાત મુજબનું પાણી મળતું ન હોવાની સ્થાનિકોમાં ભારે બુમ રાડ ઉઠવા પામી છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને પાણી વગર શાળાએ જવું મુશ્કેલ બનવા પામ્યું છે.

ભુપતનગરના ગ્રામજનોને ના છૂટકે ખાડામાંથી દૂષિત અને ગંદુ પાણી મેળવી પીવાની ફરજ પડી રહી છે તો આ દૂષિત પાણી પીવાથી બાળકોને ચામડીની બીમારીનો ભોગ પણ બનવું પડે છે. પરંતુ આ ગ્રામજનો માટે બીજો કોઈ રસ્તો નથી. પીવાના પાણી પૂરતું મળતું નથી આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે અને આવીજ મુશ્કેલીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે પશુઓને પાણી પીવડાવા એક ગામથી બીજા ગામમાં ફરવું પડે છે.

છેવડાના ગામોમાં ઉનાળાની શરૂઆત થતાની સાથેજ પાણીની બુમરાડ ઉઠવા પામી છે ત્યારે અંતરિયાળ ગામોમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠકો તો કરવામાં આવી છે અને ગામે ગામ પાણી પહોંચ્યા હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે.

Previous articleઆઈપીએલ ચેમ્પિયન કોઈપણ બને, ઓરેન્જ કેપ તો વોર્નરને મળશે
Next articleપતિએ પત્નીનું ગળું કાપ્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો